આજરોજ તારીખ ૧૬/૦૧/૨૦૧૬ ના રોજ ગરબાડામાં એપીએમસી ઓફિસ ખાતે ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચા ગરબાડા તાલુકાના સૌજન્યથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ સંચાલિત ડો.મોહસીનભાઇ.એસ.લેનવાલા વોલેન્ટરી બ્લડ બેંક દાહોદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર (કેમ્પ) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા તેમજ આજુબાજુ ગામોના લોકોએ રક્તદાન કર્યું હતું. તસવીરમાં બ્લડ બેંકનો સ્ટાફ તથા રક્તદાન કરતાં રક્તદાતા નજરે પડે છે.