ગરબાડામાં પોલિસ સ્ટેશનથી બિલકુલ નજીક એવા ગાંધીચોક વિસ્તારમાં ગત રાત્રિના સમયે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ચાર જેટલા વાહનોને નુકશાન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીચોકમાં પંચાયત ઓફિસ પાસે પાર્ક કરેલી એક બોલેરો ગાડીનો આગળનો કાચ તોડી નાંખવામાં આવ્યો છે તથા ત્યાજ પાર્ક કરેલ બીજી એક હુંડાઇ ઇઓન ગાડીનાં સાઇડ ગ્લાસ તોડી ગાડીના પાછળના ભાગે કોઈ ભારે વસ્તુ મારી ગાડીને ઘોબા પાડી નુકશાન કરેલ છે અને ત્યાંજ ફળિયામાં લગ્ન હોય ત્યાં આવેલા મહેમાનોની પણ બે ફોર વ્હીલર ગાડીઓના સાઇડ ગ્લાસ તોડી લઈ ગયેલ છે. આ ગાંધીચોક રહેણાંક વિસ્તાર છે જે પોલિસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટરથી પણ ઓછા અંતરે આવેલ છે અને પોલિસ સ્ટેશનમાં CCTV કેમેરા પણ લગાવેલ છે અને આ વિસ્તારમાં હોમગાર્ડનો પોઈન્ટ પણ છે તેમ છતાં આવા અસામાજિક તત્વોએ બેખોફ બની આવું કૃત્ય કરેલ છે.
સવારમાં લોકોને આ વાહનોના નુકશાનની જાણ થતાં લોકો ઘટના સ્થળે ભેગા થયેલ અને લોકોએ પોલિસ સ્ટેશનમાં જઈ આ વાહનોના નુકશાન બાબતની પોલિસને જાણ કરેલ હતી અને ગરબાડા ગામમાં રાત્રિ સમયે પોલિસ પેટ્રોલીંગ વધારવા માંગ કરી હતી તેમજ ગરબાડા પોલિસ સ્ટેશનમાં CCTVકેમેરા લગાવ્યા છે તેવીજ રીતે આખા ગરબાડા ગામમાં પણ જરૂરી વિસ્તારોમાં હાઇ ડેફીનેશન લોંગ ડિસ્ટન્સના ડે-નાઇટવિઝન CCTV કેમેરા લગાવવા જોઇયે તેવી પણ ગામના લોકોની માંગણી છે. જેથી કરીને આવા અસામાજિક તત્વોના કૃત્યોને રોકી શકાય.
આ બનાવ બાબતે ગામલોકોની જાણવાજોગ મૌખિક રજૂઆતના આધારે ગરબાડા પોલિસે ઘટના સ્થળની મુલાકાત લઈ પોલિસ સ્ટેશનમાં લગાવેલાCCTV કેમેરાના ફૂટેજની ચકાસણી કરેલ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ ગાંધીચોક વિસ્તારમાંથી તારીખ. ૧૬/૦૨/૨૦૧૬ ના રોજ રાત્રિના સમય દરમ્યાન સ્થાનિક વેપારીની મોટર સાઇકલની ચોરી થયેલ હતી તેની સાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી આજ વિસ્તારમાં અઠવાડીયામાંજ આ બનાવ બનેલ છે.
અસામાજિક તત્વોએ રાત્રિ દરમ્યાન નુકશાન કરેલ ગાડીઓ તસવીરમાં નજરે પડે છે