NewsTok24 – Priyank Chauhan – Garbada
આજ તારીખ ૨૦/૧૨/૨૦૧૫ ના રોજ ગરબાડામાં ગ્રામ પંચાયત ઓફિસ ખાતે દાહોદમાં શરૂ થયેલી હાર્ટની હોસ્પિટલ “રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ” દ્વારા ફ્રી હાર્ટ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્ટના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ECG.SUGAR નાં ટેસ્ટ અને ફ્રીમાં કન્સલ્ટેશન કરવામાં આવ્યું હતું. આ ફ્રી હાર્ટ ચેકઅપ કેમ્પમાં સ્થાનિક તથા આજુબાજુ ગામોના ૨૫૦ જેટલા લાભાર્થીઓએ ફ્રી હાર્ટ ચેકઅપનો લાભ લીધો હતો. જે તસવીરમાં નજરે પડે છે.