આજરોજ ગરબાડા ખાતે શ્રી દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ નિમિતે શ્રી રંગ અવધૂત પરિવાર ગરબાડા દ્વારા શ્રી રંગ કુટીર ઉપર શ્રી દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ ઉજવણી નિમિતે આજરોજ સવારે ૫:૦૦ કલાકે શ્રી ગણેશ મંદિરથી ગરબાડા નગરમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી ત્યારબાદ સવારે ૯:૦૦ કલાકે શ્રી રંગ કુટીરથી ગરબાડા નગરમાં શ્રી દત્તાત્રેય ભગવાનની શોભાયાત્રા વાજતેગાજતે કાઢવામાં આવી હતી. શોભાયાત્રાના સમાપન બાદ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી રંગ કુટીર ઉપર ધૂન, ભજન, દત્તબાવની અને રંગ અડતાલીશાનાં પઠન બાદ બપોરે ૧૨:૦૦ કલાકે આરતી કરવામાં આવી હતી ત્યાર બાદ મહાપ્રસાદી (ભંડારા) નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને ઉત્સાહભેર લાભ લીધો હતો.
ગરબાડામાં શ્રી દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
RELATED ARTICLES