PRIYANK CHAUHAN – GARBADA
ગુજરાત રાજયમાં સ્વાઇન ફ્લુના પોઝીટીવ કેસોનો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને દાહોદ જિલ્લામાં પણ સ્વાઇન ફ્લુના પોઝીટીવ કેસો જોવા મળી રહ્યા છે. સ્વાઇન ફ્લુને નાથવા માટે ગરબાડા તાલુકાના ગરબાડા તથા ગાંગરડી ગામે આજ તારીખ.29/08/2017 ના રોજ નિયામકશ્રી, ભા.ત. અને હો.પ.પધ્ધતીની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા પંચાયત (આર્યુવેદ શાખા) દાહોદ દ્વારા પ્રેરિત શ્રી મુક્તિરંજન જૈન સરકારી આર્યુવેદ હોસ્પિટલ, લીમડી તથા સરકારી આર્યુવેદ દવાખાનુ ગડોઈ તા.જી.દાહોદ દ્વારા આયોજિત સ્વાઇન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં પણ સ્વાઇન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું મફત વિતરણ કરવામાં આવશે.
જે વ્યક્તિને શરદી, ખાંસી, ગળામાં દુખાવો અને તાવ જેવુ લાગે તો તુરંતજ નજીકના પ્રા.આ.કેન્દ્રની મુલાકાત લેવી તથા સામાન્ય શરદી, ખાંસીમાં પણ હાલના સંજોગો જોતાં તાત્કાલિક દવા લેવી જોઇયે.