આજરોજ તારીખ ૨૦/૦૨/૨૦૧૬ મહા સુદ તેરસના રોજ ગરબાડાપંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સવારમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની પુજા અર્ચના કેયૂરભાઈ પંચાલના હસ્તે કરવામા આવી હતી ત્યાર બાદ બપોરે ગરબાડા નગરમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા વાજતે ગાજતે નીકાળવામાં આવી હતી ત્યારબાદ સાંજના સમયે સમાજના લોકો માટે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિત્તે ગરબાડા, ગાંગરડી, ચંદલા,જાંબુઆ, ટુંકી વિગેરે ગામના પંચાલ સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિશ્વકર્મા જયંતિની ઉજવણી ધામધુમથી કરી હતી.