Thursday, January 23, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા ખાતે પ્રા.આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા બાબતે છ ગ્રામ પંચાયતોના ઠરાવો સાથે...

ગરબાડા ખાતે પ્રા.આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા બાબતે છ ગ્રામ પંચાયતોના ઠરાવો સાથે જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા છતાં મિનાકયાર ગામે પ્રા.આ.કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan – Garbada

પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) માં અત્યાર સુધી પાંચવાડા ગામતળ, સાહડા, બોરીયાળા, દીવાનીયાવડ, દેવધા.૧-૨ તથા ગરબાડા ગામતળ,સડક ફળીયા. નવાતરીયા,  ખારવા, માળમોહનીયા ફળીયા, ભીલોઇ, ખારવા, સિંગામહુડા,ગુંગરડી, નવાગામ, મઢી ફળીયા વિગેરે ગામોનો સમાવેશ થતો હતો.

          જેમાંથી મિનાકયાર, પાટિયાઝોલ, ચંદલા, ભુતરડી, ગરબાડા-૧, ગરબાડા-૨ (ભામાતળાઈ) ગામોને પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અલગ કરી ગરબાડા તાલુકા મથકથી ૮ થી ૯ કિમી દૂર મિનાકયાર ખાતે ઊંડાણ વિસ્તારમાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) કાર્યરત કરી આ ગામોને તેમાં સમાવેશ કરવાની હિલચાલ થતાં માર્ચ-૨૦૧૫ માં ગરબાડા ગ્રામ પંચાયતના ૬ સરપંચો દ્વારા પોતાની ગ્રામ પંચાયતોના ઠરાવો સાથે મિનાકયારના બદલે ગરબાડા તાલુકા મથકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ચાલુ કરાય તેવી લેખિત રજૂઆત પાંચવાડા પીએચસીના મેડિકલ ઓફિસર હિરલ દેસાઇ મારફતે જિલ્લા કક્ષાએ કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ સંબંધિત તંત્રે ઉદશીન વલણ દાખવી રજૂઆતોને અવગણીને આજરોજ તારીખ.૧૨/૦૪/૨૦૧૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મિનાકયાર મુકામે શાળાના મકાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) શરૂ કરવા માટે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા ધારાસભ્ય, ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

          આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના ઉદઘાટન કાર્યક્રમ પૂર્વે મિનાકયાર મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના સ્થળ ફેરફારની માંગણી સાથે તથા ગરબાડા તાલુકા મથકે ઓપીડી સેન્ટર ચાલુ કરવાની માંગણી સાથે ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રભાઇ રાઠોડ, ગરબાડા તાલુકા પંચાયતના સભ્ય પ્રતાપભાઈ બામણીયા, ગરબાડા તાલુકા પંચાયતના સભ્ય મહેશ પરમાર તથા ગરબાડા ગામના સ્થાનિક આગેવાનો  દ્વારા આ બાબતે ધારાસભ્યને તમામની ઉપસ્થિતિમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

          અત્રે ઉલ્લેખનીય છે કે, ગરબાડા તાલુકા મથક હોવા છતાં પણ ગરબાડા ગામમાં આરોગ્યલક્ષી કોઈ સેવાઓ ઉપલબ્ધ નથી. ગરબાડા ગામનું CHC સેન્ટર પણ ગરબાડા ગમતળથી આશરે ૪ થી ૫ કિમી દૂર નવાફળીયા મુકામે એકાંત વિસ્તારમાં બનાવેલ છે. ત્યાં જવા માટે રાત્રિના સમયે કોઈ વાહનની સગવડ નથી. ગરબાડા ગામ તાલુકા મથક હોવા છતાં પણ અહિયાં આરોગ્યલક્ષી સેવાનો સદંતર અભાવ છે. તેમજ મિનાકયાર મુકામે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) બનાવેલ છે તે પણ ગરબાડા તાલુકા મથકથી ૮ થી ૯ કિમી દૂર એકાંત વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે અને ત્યાં પણ જવા માટે રાત્રિના સમયે કોઈ વાહનની સગવડ મળી રહે તેમ નથી. જેથી ગરબાડા ગામના લોકોની એવિ માંગણી છે કે, ગરબાડા ગામતળ વિસ્તારમાં નવું પીએચસી કેન્દ્ર શરૂ કરવામાં આવે અને તો તાત્કાલિક ધોરણે ઓપીડી સેન્ટર શરૂ કરવામાં આવે જેથી કરીને ગરબાડાના ગ્રામજનોને તેમજ ગરબાડાના આજુબાજુના ગામોના લોકોને રાત મધરાતે જરૂરી પ્રાથમિક સારવાર મળી રહે અને લોકોના નાણાં અને સમયનો બચાવ થાય તેમ છે.

(Byte :  મહેન્દ્ર ગોહિલ, (ત.ક.મંત્રી, ગરબાડા ગ્રા.પંચાયત) : માર્ચ ૨૦૧૫ માં મિનાકયાર ખાતેનું પ્રાથમિક આરોગ્ય સેન્ટરનું સ્થળ ફેરફાર કરી ગરબાડા ખાતે પ્રાથમિક આરોગ્ય સેન્ટર શરૂ કરવા બાબતે ગરબાડાની ૬ ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા ઠરાવ કરી પાંચવાડા પીએચસીના મેડિકલ ઓફિસર હિરલ દેસાઇ મારફતે જિલ્લા કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઇ હતી અને જેનું આજદિન સુધી કોઈ પરિણામ મળેલ નથી. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments