PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડાના પટેલ પરીવારની આગેવાનીમાં દર બાર વર્ષે યોજાતા બાર પડલી ભોગના ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત અશોકભાઇ પટેલ તથા બડવો, પુજારો સહિતના લોકોએ છેલ્લા બે દિવસથી ગરબાડા ખાતે આવેલ આમલી નીચે ગાથલા ઉપર બાબા ઘોડાજાદેવની આરાધના કરી જાગરણ કરવામાં આવી હતી અને બાબા ઘોડાજાદેવ દેવસ્થાને જવા માટે બડવા દ્વારા આદેશ થતાં આજરોજ અશોકભાઇ પટેલ તથા બડવો, પુજારો સહિતના લોકોએ પાટાડુંગરી ખાતે આવેલ બાબા ઘોડાજાદેવ સ્થાનક ઉપર જવા વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું. જે તસવીરમાં નજરે પડે છે