આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આઇસીડીએસ વિભાગ દ્વારા આજરોજ ગરબાડા ખાતે મેગા મમતા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ જેટલી સગર્ભા મહિલાઓની વિના મૂલ્યે વજનની તપાસ, લોહીની તપાસ,બીપી, ડાયાબિટીસ વિગેરેની તપાસ કરવામાં આવી હતી તથા સગર્ભા મહિલાઓને રસીકરણ કરી તેમને જરૂરી દવાઓ તેમજ લોહતત્વની ગોળીઓ આપવામાં આવી હતી. ધાત્રી માતાઓની પણ તપાસણી કરવામાં આવી હતી તથા ૦ થી ૫ વર્ષના બાળકોને રસીકરણ કરવામાં આવ્યું હતું તેમજ ૧૩ થી ૧૭ વર્ષની ઉંમરનાં તરૂણ-તરૂણીઓને આરોગ્ય વિષયક માર્ગદર્શન પુરૂ પાડી તેમને રસીકરણ તથા જરૂરી દવાઓ આપવામાં આવી હતી.
“પાંચવાડા PHC ના ડો.હિરલ દેસાઇ સાથે ટેલિફોનિક વાત કરતાં તેમને જણાવેલ કે, ૯ સગર્ભા મહિલાઓને રસીકરણ કરવામાં આવ્યું હતું તથા ૪ ધાત્રી માતાઓની તપાસણી કરવામાં આવી હતી અને ૦ થી ૫ વર્ષના ૨૪ બાળકોને રસીકરણ કરવામાં આવ્યું હતું તથા ૧૩ થી ૧૭ વર્ષની ઉંમરનાં તરૂણ-તરૂણીઓને આરોગ્ય વિષયક માર્ગદર્શન પુરૂ પાડી તેમને રસીકરણ તથા દવાઓ આપવામાં આવી હતી”
આ મેગા મમતા દિવસે સગર્ભા મહિલાઓ, ધાત્રીઓ તથા બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.