PRIYANK CHAUHAN – GARBADA
આજરોજ અષાઢ સુદ.૨ તારીખ.૨૫/૦૬/૨૦૧૭ ના રોજ ગરબાડા ખાતે શ્રી બળીયાદેવ-શીતળામાતાજી મંદિર સમિતિ દ્વારા શ્રી બળીયાદેવ-શીતળામાતાજીના મંદિરે તૃતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે આઠ કલાકે આઝાદ ચોકથી બળીયાદેવ-શીતળામાતાજીના મંદિર સુધી બેન્ડવાજા સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા ગરબાડા નગરમાં ફેરવવામાં આવી હતી. ત્યાર બાદ બળીયાદેવ-શીતળામાતાજીના મંદિરે આરતી તેમજ મહાપ્રસાદી (ભંડારા) નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લ્હાવો લીધો હતો.