Sunday, December 29, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા ખાતે 65 વર્ષીય મહિલાનું બાઈકની ટક્કરે મોત

ગરબાડા ખાતે 65 વર્ષીય મહિલાનું બાઈકની ટક્કરે મોત

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા ગામે આવેલ તેજાજી મંદિરે જાગરણ હોવાથી જુગલીબેન બદીયાભાઈ ભુરીયા તારીખ.17/03/2017 ના રોજ રાત્રીના સમયે દર્શનાર્થે આવતા હતા તેવામાં રાત્રીના પોણા દશ વાગ્યાના સુમારે મંદિર નજીકમાં ગરબાડા તાલુકાના નળવાઈ ગામના દિવાનભાઈ કાળુભાઇ બામાણિયાએ તેની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી જુગલીબેનને અડફેટમાં લઈ પાછળથી ટક્કર મારી નીચે પાડી દીધેલ જેથી જુગલીબેનને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેઓ બેભાન થઈ જતા આજુબાજુના બીજા માણસો દોડી આવ્યા હતા અને 108 મોબાઈલ વાન બોલાવી જુગલીબેનને દાહોદ સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયેલ ત્યાં જુગલીબેનનું તારીખ.18/03/2017 ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજેલ છે.

આ બાબતે ગરબાડા તાલુકાના નળવાઈ ગામે રહેતા શનુભાઈ પશવાભાઈ બામાણિયાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં દિવાનભાઈ કાળુભાઇ બામાણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ગરબાડા પો. સ્ટે.ફ.ગુ.ર.નં. 26/17 ઇ.પી.કો.કલમ. 279, 337, 304(અ), તથા એમ.વી.એક્ટ.184, 177, 134 મુજબ દિવાનભાઈ કાળુભાઇ બામાણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments