Priyank
PRIYANK CHAUHAN GARBADA
ગરબાડા નગરમાં ગણપતિ દાદાની મુર્તિનું વિવિધ મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવેલ છે જેમા ગરબાડા નગર મધ્યે આવેલ ગણપતિ મંદિરે સોની સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ દાદાની મુર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે.
ગરબાડા ગણપતિ મંદિરે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહમણ દ્વારા ગણપતિ દાદાની મુર્તિનું બાજોટ ઉપર સ્થાપન કરવામાં આવેલ અને યજમાન દ્વારા પુજા અર્ચના આરતી કરી શ્રીજીને હીચકા ઉપર બિરાજમાન કરવામાં આવેલ છે.
વિશેષતા : ભક્તજનો શ્રીજીને દશ દિવસ સુધી હીચકે ઝુલાવે છે અને ધન્યતા અનુભવે છે.