ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ગરબાડાના હોળી ચકલા ગ્રાઉંડમાં અંદાજે રૂપિયા અઢી લાખના ખર્ચે RCC કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હોળીના તહેવાર બાદ શાકભાજી વેચવાવાળાને હોળી ચકલા ગ્રાઉંડમાં બેસાડી શકાય અને નાના મોટા કાર્યક્રમો પણ યોજી શકાય તે હેતુથી ગ્રામ પંચાયત ગરબાડા દ્વારા આ RCC કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેવું જાણવા મળેલ છે.
સ્થાનિક કક્ષાએથી મળેલ માહિતી મુજબ, 13માં નાણાં પંચની ગ્રાંટમાંથી ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા અંદાજે 2.50 લાખના ખર્ચે ગરબાડા હોળી ચકલા વિસ્તારમાં RCC કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હોળીનો તહેવાર પૂર્ણ થયા બાદ ગામમાં જાહેર રસ્તા ઉપર શાકભાજી વેચતા તમામ લોકોને ત્યાં બેસાડવામાં આવશે જેથી કરીની ગરબાડા ગામના બજારોમાં ટ્રાફિકની સમસ્યામાં મહદ:અંશે હલ થાય તથા ગ્રામ સભાની મીટિંગ, લોક ડાયરા, ભવાઇ વિગેરે કાર્યક્રમો પણ આવી ખુલ્લી જગ્યામાં કરવા હોય તો તે પણ કરી શકાય તે વિગેરે બાબતોને ધ્યાનમાં રાખી ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા આ હોળી ચકલા ગ્રાઉંડમાંRCC કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે હોળી પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે તેવું જાણવા જાણવા મળેલ છે.