માં આધ્યશક્તિની આરાધનાનું પાવન પર્વ એટલે નવરાત્રી અને તેમાં આશો સુદ અષ્ટમીને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે અને દુર્ગાષ્ટમીનું અત્યંત ધાર્મિક મહત્વ હોય છે. આ અષ્ટમી ના પવિત્ર દિને ગરબાડા નગરમાં તથા ગરબાડા પંથકના અન્ય માઈ મંદિરોમાં ધાર્મિક વિધિસર હવન કરવામાં આવે છે.
ગરબાડા મેઇન બજાર સ્થિત ચામુંડા માતાજીનાં મંદિરે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આજ રોજ આશો સુદ અષ્ટમી નિમિતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યું હતું અને યજ્ઞકુંડમાં શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
દુર્ગાષ્ટમીનું હવન અને માતાજીનાં દર્શન – આરતીનો માઈ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી તથા માતાજીના જય જયકાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
ગરબાડા પોલીસ સ્ટેશનમાં પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને અષ્ટમી નિમિતે હવન કરવામાં આવ્યું છે.