ગરબાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી ગત રોજ તા.૧૨/૦૨/૨૦૧૯ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે નાયબ ચિટનીસ સાહેબની ઉપસ્થિતિમાં ગરબાડા ગ્રામ પંચાયત ઓફિસે યોજાઈ હતી. જ્યારે ભીલવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી પણ તા.૧૨/૦૨/૨૦૧૯ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે પંચાયત વિસ્તરણ અધિકારીની ઉપસ્થિતિમાં ગરબાડા ગ્રામ પંચાયત ઓફિસે યોજાઇ હતી. ગરબાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે મનુભાઈ છગનભાઈ મખોડિયાની વરણી કરવામાં આવી હતી. જ્યારે ભીલવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે સેનિબેન પ્રતાપભાઈ હઠીલાની વરણી કરવામાં આવેલ છે.
ગરબાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ માટે મુકેશભાઈ હિરાભાઈ રાઠોડ અને મનુભાઈ છગનભાઈ મખોડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. મુકેશભાઈ હિરાભાઈ રાઠોડને ૦૬ મત મળ્યા હતા જ્યારે મનુભાઈ છગનભાઈ મખોડિયાને ૦૭ મત મળતા મનુભાઈ છગનભાઈ મખોડિયાની ગરબાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે વરણી કરવામાં આવેલ છે.
ભીલવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ માટે માત્ર સેનિબેન પ્રતાપભાઈ હઠીલાએ જ ઉમેદવારી નોંધાવતાં સેનિબેન પ્રતાપભાઈ હઠીલાની બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે વરણી કરવામાં આવેલ છે.
આજ રોજ તા.૧૩/૦૨/૨૦૧૯ ના રોજ ભીલોઇ અને નવાફળીયા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી કરવામાં આવશે તથા તા.૧૪/૦૨/૨૦૧૯ ના રોજ ગુંગરડી અને ખારવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.