NewsTok24 – Priyank Chauhan – Garbada
ગરબાડા તાલુકાનાં ગુંગરડી ગામે એક મહિલાને ફળિયાનાજ ત્રણ વ્યક્તિઓએ લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધાકધમકી આપેલ છે.
પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, ગરબાડા તાલુકાનાં ગુંગરડી ગામના ગોહરી ફળિયામાં રહેતા લીલાબેન બાબુભાઇ રાઠોડ, ઉંમર આશરે ૫૦ વર્ષ તેમના ઘરે હતા તેવામાં રાત્રિના ૮:૩૦ વાગ્યાના અરસામાં તેમનાજ ફળિયામાં રહેતા ભારતસીંગ મડુભાઈ બામણીયા, સુક્લીબેન ભારતસીંગ બામણીયા તથા ભાવેશ ઉર્ફે ટીનુભાઈ ભારતસીંગ બામણીયા લીલાબેનના ઘરે આવી ગાળો બોલી લીલાબેનને કહેવા લાગેલ કે તે મારી છોકરી વર્ષાને ક્યાંક ભગાવી દીધેલ છે, તું દલાલ છે તેમ કહી ગાળો બોલતા હતાં. લીલાબેને ગાળો બોલવાની ના પડતાં આ કામના આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ લીલાબેનને લાકડી વડે માર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપેલ છે.
આ બાબતે લીલાબેન બાબુભાઇ રાઠોડનાએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગરબાડા પોલિસે ગરબાડા સેકંડ ગુ.ર.નં.૧૮૬/૧૫ થી ઈ.પી.કો. કલમ. ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટની કલમ.૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધારેલ છે.