આજ રોજ તા.29/09/2018 શનિવારના રોજ ગરબાડા તાલુકાનાં તલાટી-કમ-મંત્રીઓ તેમની પડતર માંગણીઓ જેવી કે, ઉચ્ચતર પગાર ધોરણ, વિસ્તરણ અધિકારી અપગ્રેડેશન બાબત, જૂની પેન્શન સ્કીમ અમલમાં મૂકવા તથા વિસ્તરણ અધિકારી તમામ જેવા કે પંચાયત સહકાર, આંકડા, નાયબ ચિટનીશની સીધી ભરતી એકજ સંવર્ગ તરીકે થાય છે જેથી આ તમામ જગ્યાઓ ઉપર તલાટી-કમ-મંત્રીઓને બઢતી આપવા બાબતમ સરકારશ્રી દ્વારા 2006 ની ભરતીવાળા કર્મચારી ઓની સેવાને સળંગ ગણવા ઠરાવવામાં આવેલ છે તો તેનો લાભ 2004 ની ભરતીવાળા તલાટી-કમ-મંત્રીઓને આપવા બાબત, ફિક્સ નીતિ દૂર કરી નવવર્ધિત (CPF) પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબત જેવી માંગણીઓને લઈને રાજ્ય મંડળ (ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળ) ના આદેશ અનુસાર તાલુકા પંચાયત કચેરી ગરબાડાના પટાંગણમાં ધરણાંનો કાર્યક્રમ રાખી માસ સી.એલ. પર ઉતર્યા હતા. જે તસવીરમાં નજરે પડે છે.