Wednesday, April 9, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાનાં વડવા ગ્રામ પંચાયતે બનાવેલ શૌચાલય બંધકામના બાકી નાણાં ન મળતા...

ગરબાડા તાલુકાનાં વડવા ગ્રામ પંચાયતે બનાવેલ શૌચાલય બંધકામના બાકી નાણાં ન મળતા વડવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચની આત્મવિલોપનની તૈયારી સાથે ગરબાડા તાલુકા પંચાયતમાં ઉગ્ર રજૂઆત  

       

Priyank-new-Passport-Pic-258x300(1)
logo-newstok-272-150x53(1)

Priyank Chauhan Garbada

 ગરબાડા તાલુકાનાં વડવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ બિલવાળ શિબાબેન પ્રતાપભાઈએ તારીખ ૦૨/૦૩/૨૦૧૬ ના રોજ મુખ્યમંત્રી, આનંદીબેન પટેલ સહિત જિલ્લા વિકાસ અધિકારી દાહોદ,નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ અજન્સી દાહોદ, તથા ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખને અરજી કરેલ હતી

        મળેલ માહિતી મુજબ સને.૨૦૧૪-૧૫ માં વડવા ગ્રામ પંચાયતે ગ્રામ્ય સુખાધિકારી સમિતિ વડવા દ્વારા ૧૭૪ જેટલા શૌચાલય વડવા ગામે બનાવી પૂર્ણ કરી દીધેલ. જે બાબતની જરૂરી સ્થળ તપાસ જે તે વખતના ઇન્ચાર્જ ટીડીઓ આર.સી.ભૂરા તથા તેને લગતા કર્મચારીઓ દ્વારા સંયુક્ત સ્થળ તપાસ કરવામાં આવી હતી. પરંતુ જે તે વખતે ગ્રાન્ટ ઓછી હોવાના કારણે ફક્ત ૫૦ જેટલા શૌચાલયના નાણાં વડવા ગ્રામ પંચાયત સુખાધિકારી સમિતિને ચુક્વવામાં આવ્યા હતા અને બાકીના નાણાં ટીડીઓના ખાતે ગ્રાન્ટ આવ્યેથી ચૂકવણું કરવામાં આવશે તેવું જે તે વખતના ટીડીઓ બાહેધરી આપેલ.

        હાલના ટીડીઓ શ્રી પરમાર દ્વારા એક અઠવાડીયા અગાઉ આજ શૌચાલયનું પુનઃ સ્થળ તપાસ કરતાં વડવા ગ્રામ પંચાયતે બનાવેલ શૌચાલયની કામગીરી સંતોષકારક છે તેવું ટીડીઓએ મૌખિકમાં જણાવેલ અને કહેલ કે બે દિવસમાં તમારા નાણાં તમોને મળી જશે તેવી બાંહેધરી આપી જતાં રહેલ અને જે તે વખતના નિયત ફોર્મ તથા બિલો આ યોજનાને લગતા કર્મચારી શ્રીમતી અલ્પાબહેન દ્વારા બિલો બનાવી સંપૂર્ણ પુર્તતા કરી ટીડીઓશ્રીને જમા કરાવેલ હતા.

        સદર શૌચાલય વડવા ગ્રામ પંચાયતે વેપારીઓ પાસેથી ૫૦% માલસામાન બાકીમાં લાવતાં હોવાથી આ વેપારીઓ વડવા ગ્રામ પંચાયત પાસે વારંવાર ઉઘરાણી કરતાં હોવાથી વડવા ગ્રામ પંચાયતના સરપંચે ટીડીઓ બે દિવસમાં નાણાં આપશે તો તમોને તાત્કાલિક ચૂકવી આપીશું તેમ જણાવતા વેપારી હાલના ટીડીઓની રૂબરૂ મુલાકાત કરતાં જણાવેલ કે અમે પાંચ દિવસમાં જે તે ગ્રામ પંચાયતને ચૂકવી આપીશું. તેથી વેપારીને સંતોષ મળેલ.

        પરંતુ તે નાણાં પાંચ દિવસ બાદ પણ નહીં મળતા વડવા ગ્રામ પંચાયતના સરપંચે પુનઃ ટીડીઓ સાથે ટેલિફોનિક વાત કરતાં ટીડીઓએ જણાવેલ કે ગ્રાન્ટ પૂરી થઈ ગઇ છે હવે પછીની ગ્રાન્ટ આવશે તો તમારી પંચાયતને ગ્રાન્ટ આપવામાં આવશે.  તેવું જણાવેલ.

        આ ટીડીઓ દ્વારા અન્ય પંચાયતોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી દીધેલ છે અને વડવા પંચાયતની બાદબાકી કરવામાં આવી છે તેવું વડવા ગ્રામ પંચાયતના સરપંચને ખબર પડતાં વડવા ગ્રામ પંચાયતના સરપંચે ટીડીઓના મોબાઇલ ઉપર તારીખ ૦૧/૦૩/૨૦૧૬ ના રોજ બપોરે વાત કરતાં ટીડીઓએ જણાવેલ કે, હમણાં ગ્રાન્ટ ન હોવાથી તમોને હું હાલમાં ચૂકવી શકું તેમ નથી. તેમ જણાવેલ.

        હવે લાખો રૂપિયા કેવી રીતે આ વેપારીને ચૂવાશે તે વડવા ગ્રામ પંચાયત માટે મોટો ચિંતાનો વિષય હોવાથી અને વેપારીએ બે દવસની મુદત આપી છે અને અગર બે દિવસમાં બાકીના નાણાં ન ચૂકવાય તો વેપારી સરપંચ વિરુદ્ધ પોલિસ તથા કોર્ટમાં ફરિયાદ કરવાનું જણાવતા સરપંચે ટીડીઓ સામે જરૂરી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, આનંદીબેન પટેલ સહિત જિલ્લા વિકાસ અધિકારી દાહોદ, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ અજન્સી દાહોદ, તથા ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખને અરજી કરેલ હતી અને અરજીમાં જણાવેલ કે, તારીખ ૦૪/૦૩/૨૦૧૬ સુધી આ નાણાંનું ચૂકવણું ન થાય તો તેજ દિવસે બપોરે ૧:૦૦ થી ૫:૦૦ કલાક દરમ્યાન તાલુકા પંચાયત કચેરી ગરબાડાના પટાંગણમાં આત્મવિલોપન કરવામાં આવશે.

        જે અરજીના અનુસંધેને આજરોજ તારીખ.૦૪/૦૩/૨૦૧૬ ના રોજ બાપરે ૨:૦૦ થી ૩:૦૦ વાગ્યાના અરસામાં વડવા ગ્રામ પંચાયતના સરપંચ બિલવાળ શિબાબેન પ્રતાપભાઈ તથા તેમના પતિ બિલવાળ પ્રતાપભાઈ આત્મવિલોપનની તૈયારી સાથે ગરબાડાના ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન બારિયાને સાથે રાખી તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે ગયેલ હતા અને ત્યાં ટીડીઓના ચેમ્બરમાં બાકી નાણાં ચૂકવવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.

        રજૂઆત દરમ્યાન સમાધાન થતાં જેટલી ગ્રાન્ટ વધેલી હોય તેમાથી વડવા ગ્રામ પંચાયતને ફાળવવાની વાત થયેલ અને બીજા નાણાં ગ્રાન્ટ આવ્યેથી ફાળવવાની ગરબાડા ટીડીઓએ જણાવેલ.

        ટીડીઓ સાથે વાત કરતાં જાણવા મળેલ છે કે, કુલ ૫૧૪ લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી અને તેની સામે ૫૦૮ લાખના શૌચાલય તથા વહીવટી ખર્ચ છે અને તાલુકાનાં ૩૯ ગામો પૈકી ૭ થી ૮ ગામોમાં શૌચાલયની સહાયની રકમ ચૂકવામાં આવી નથી તેવું જાણવા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments