ગરબાડા તાલુકાનાં સીમળીયાબુઝર્ગ ગામે આવેલ શ્રી સાંઇ મંદિરે શ્રી સાંઇ કૃપા ગૌશાળા સીમળીયાબુઝર્ગના લાભાર્થે તારીખ.૧૭/૦૧/૨૦૧૬ થી તારીખ.૨૪/૦૧/૨૦૧૬ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ સવારે ૧૧:૩૦ કલાકે બોરિયાલાનાં દિનેશભાઇ ચુનાભાઈ પરમારનાં ત્યાંથી સીમળીયાબુઝર્ગ સાંઇ મંદિરે પોથી પધારાવવામાં આવેલ છે.
બપોરે ૧:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી વક્તા ઋષીકુમાર જોષીનાં મધુર કંઠે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે તથા જોષી નયનકુમાર દ્વારા પારાયણ કરવામાં આવી રહ્યું છે. (જે પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે.)
તારીખ.૨૧/૦૧/૨૦૧૬ નાં રોજ સાંજે ૪:૩૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.
શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાનયજ્ઞ દરમિયાન દરરોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે.