ગરબાડા તાલુકાનાં સીમળીયાબુઝર્ગ ગામે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સમિતિ સીમળીયાબુઝર્ગ દ્વારા સીમળીયાબુઝર્ગના ગ્રામજનોના સહયોગથીહનુમાનજી મંદિર, ટેકરી ઉપર હનુમાનદાદાના પાવન સાનિંધ્યમાં તારીખ.૧૫/૦૨/૨૦૧૬ થી તારીખ.૨૧/૦૨/૨૦૧૬ સુધી દરરોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (શ્રીમદ ભાગવત કથા) નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કથા વ્યાસ (કથાકાર) ગિરધરભાઈ ઉપાધ્યાયનાં મધુર કંઠે શ્રીમદ ભાગવત કથામૃતનું સંગીતમય શૈલીમાં પાન કરાવવામાં આવી રહ્યું છે જેનો ભક્તજનો ભક્તિમય માહોલમાં કથાનો લ્હાવો લઈ ભાગવત કથામૃતનું શ્રવણ પાન કરી રહ્યા છે
શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે ” જે ફળ તપ, યોગ, અને સમાધિથી પણ પ્રાપ્ત નહીં થઈ શકે તે ફળ સપ્તાહ શ્રવણમાંજ પ્રાપ્ત થઈ જાય છે, અગર જો આપને સમય ન હોય તો પણ એક દિવસ માટે અવશ્ય પધારો કેમકે અહી તો એક એક ક્ષણ પણ દુર્લભ છે. “