PRIYANK CHAUHAN GARBADA
ગરબાડા તાલુકાનાં સીમળીયાબુઝર્ગ ગામે એક મહિલાને ડાકણ સબંધી વહેમ રાખી ગામનાજ ચાર ઇસમોએ ભેગા મળી કુહાડીની ગુદર તથા ગડદાપાટુનો માર મારી ઇજા કરેલ છે. આ બાબતે ઇજા પામનાર મહિલાએ માર મારનાર ચારેય ઇસમો વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગરબાડા તાલુકાનાં સીમળીયાબુઝર્ગ ગામે ચંદુભાઈ નાનીયાભાઈ પરમાર તથા રાકેશભાઈ ચંદુભાઈ પરમાર તથા રાધીબેન ચંદુભાઈ પરમાર તથા લક્ષ્મીબેન ચંદુભાઈ પરમારે ફરિયાદી સવલીબેન રૂપસીંગભાઈ પરમારને તું ડાકણ છે અને તે મારી છોકરી લક્ષ્મીબેનને બીમાર પાડી છે તેવું કહી ડાકણ સબંધી વહેમ રાખી ચંદુભાઈ નાનીયાભાઈ પરમાર કુહાડી લઈ મારવા દોડી આવેલ અને કુહાડીની ગુદર સવલીબેનના શરીરના ભાગે મારેલ તથા રાકેશભાઈ ચંદુભાઈ પરમાર તથા રાધીબેન ચંદુભાઈ પરમાર તથા લક્ષ્મીબેન ચંદુભાઈ પરમારે ભેગા મળી સવલીબેનને ગડદાપાટુનો માર મારી ઇજા કરતાં સવલીબેન રૂપસીંગભાઈ પરમારે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ચંદુભાઈ નાનીયાભાઈ પરમાર તથા રાકેશભાઈ ચંદુભાઈ પરમાર તથા રાધીબેન ચંદુભાઈ પરમાર તથા લક્ષ્મીબેન ચંદુભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.સે. ગુ.ર.નં.૧૦૦/૧૬ ઇ.પી.કો.કલમ.૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
HONDA NAVI