દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ ગાંગરડી ગામ વસ્તી ધરાવતું ગામ છે. વાર – તહેવારે અહીંના લોકો કમાણી કરવા અર્થે સુરત, ભરૂચ, વડોદરા જેવા શહેરોમાં જવા સ્થળાંતર કરતા હોય છે. જેથી ગરબાડા તાલુકાનું આંતરિયાળ ગામ ગાંગરડી થી દાહોદ શહેર તરફ અવર – જવર કરવા માટે તેમજ સુરત જવા માટે મુશ્કેલી પડતી હતી. ખાનગી વાહન થકી જવા – આવવામાં વધુ ભાડા સાથે ઘણો સમય વેડફાઇ જતો હતો. પરતું હવે વહીવટી તંત્ર, બસ નિગમ દ્વારા ગાંગરડી થી સુરત સુધીની નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેથી લોકોને અવર – જવર કરવામાં સરળતા રહેશે. તથા તે રસ્તા પર આવતા ગામોના મુસાફરોને લાભ મળશે. જેમકે ગાંગરડી થી ૩ કિ.મી પર મધ્યપ્રદેશની હદ જોડાયેલી છે સાથે ધાનપુર તાલુકાના ગામડાઓને પણ એસ.ટી. બસ સેવાનો લાભ મળશે. જેથી ગામના આગેવાનો વડીલો મુસાફરોમાં આનંદની લાગણી છવાઇ છે.
ગરબાડા તાલુકાના ગાંગરડી થી સુરત સુધીની ST બસની સેવા શરૂ કરાતા ગ્રામજનોમાં આનંદની લાગણી
RELATED ARTICLES