Saturday, January 25, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના ગાંગરડી ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત ₹ ૧૭૫૦૦૦/- ની...

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત ₹ ૧૭૫૦૦૦/- ની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન

PRIYANK CHAUHAN – GARBADA

 

 

બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી અંદાજિત ₹ ૧૭૫૦૦૦/- મત્તાની ચોરી.

મકાન માલિક વાસ્તુ-પૂજનમાં ગયા હોવાનો લાભ લઈને રાત્રિના સમયે તસ્કરોએ હાથ સાફ કર્યો

· મકાનની આસપાસના બીજા ત્રણ-ચાર ઘરોમાં પણ તસ્કરોએ હાથ સાફ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

· ચોરીની વસ્તુમાં પાંચ કિલો ચાંદી, ૧૪ તોલા સોનાના દાગીના તથા ₹ ૨૦૦૦૦/- રોકડા તથા એક એલસીડી ટીવીની ચોરી થયાનો ફરિયાદમાં ઉલ્લેખ.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના ગાંગરડી ગામના વણકરવાસમાં રહેતા અને પાટિયા પ્રા.શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં નવલસીંગ પસવાભાઈ નીનામા તા.૨૦/૦૫/૨૦૧૮ ના રોજ બપોરના સમયે તેમની પત્ની તથા પરિવાર સાથે વાકોટા ગામે તેમની સાસરી પક્ષમાં વાસ્તા વિધિમાં ગયા હતા અને ત્યાંજ જમી-પરવારી રાત્રિ રોકાણ કર્યું હતું બીજા દિવસે સવારે સાડા છ વાગ્યે ગાંગરડી ગામેથી તેમના બનેવી નેમાભાઈ દીતાભાઇ ભુરીયાએ તેઓને ફોન કરીને તેમના મકાનમાં ચોરી થયેલ હોવાની જાણ કરી હતી જેથી નવલસીંગભાઈ તુરંત ગાંગરડી આવવા નીકળ્યા હતા અને ગાંગરડી તેમના ઘરે આવીને જોયેલ તો તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનો ઇન્ટરલોક તથા નકુચા તથા તાળાં કોઈ હથિયાર વડે તોડીને દરવાજા તોડી મકાનના અંદર રૂમમાં મુકેલ પેટી પલંગના લોકર તોડી અંદર મુકી રાખેલ સોનાની વીટી નંગ-૩ (ત્રણ તોલા), સોનાના દોરા નંગ-૨ (સાત તોલા), સોનાનું મંગળસૂત્ર નંગ-૧ (ત્રણ તોલા), સોનાનું પેન્ડલ નંગ-૨ (એક તોલો) તથા ચાંદીના ભોરીયા નંગ-3 (૧.૫૦૦ કી.ગ્રામ), ચાંદીની ઝાંઝરી નંગ-3 (૭૫૦ ગ્રામ), ચાંદીના ભોરિયા નંગ-૨ (૧ કિલોગ્રામ), ચાંદીના કંદોરા નંગ-૨ (૧ કિલોગ્રામ), ચાંદીની કંઠી નંગ-૨ (૨૫૦ ગ્રામ) તથા ચાંદીની ઝાંઝરી નંગ-૨ (૫૦૦ ગ્રામ) તથા રોકડ ₹૨૦૦૦૦/- મળી કુલ ₹૧૭૫૦૦૦/- ની મત્તાની ચોરી કરી બાજુના મકાનમાં પણ હાથ સાફ કરવા માટે જતા બાજુમાં રહેતા શિક્ષક અમિતભાઈ શંકરભાઈ ચૌધરીનો રૂમના દરવાજાનો નકુચા તથા તાળાં તોડી રૂમમાં મૂકી રાખેલ એલઈસીડી ટી.વી.ની ચોરી કરી કરી લઈ ગેયલ તથા બાજુમાં રહેતા કાંતિભાઈ તલાટી તથા દેવડા અર્જુનભાઈ, દેવડા ભરતભાઇ નરસીભાઇ તથા ઇરફાન બાબુભાઈ કુંજડાના મકાનોમાં પણ ચોરોએ હાથ સાફ કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.

આ ચોરીના બનાવ સંદર્ભે નવલસીંગ પસવાભાઈ નીનામાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે નવલસીંગ પસવાભાઈ નીનામાની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments