દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગંગારડી ગામના જય માં ભવાની પગપાળા સંઘ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગાંગરડી થી અંબાજી પગપાળા જવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 140 જેટલા પદયાત્રીઓએ આજ રોજ માતાજીના જય જયકાર સાથે બાવન ગજની ધજા સાથે માતાજીનો રથ લઈને ગાંગરડી થી અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું છે. ગાંગરડી થી અંબાજી પ્રસ્થાન કરતાં પહેલા જય માં ભવાની પગપાળા સંઘ દ્વારા આજ રોજ સવારમાં ગાંગરડી તથા ગરબાડા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. ગરબાડા નગરમાં પદયાત્રીઓ માટે ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.