Friday, January 24, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના ગાંગરડી ગામ નજીક સરાબલી ચોકડી પાસે ધોળે દિવસે સનસનાટીભરી લુંટ...

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામ નજીક સરાબલી ચોકડી પાસે ધોળે દિવસે સનસનાટીભરી લુંટ થતાં સ્થાનિક વેપારીઓમાં ફફડાટ

 

 

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામ નજીક આવેલ શરાબલી ચોકડી પાસે અવારનવાર ધોળે દિવસે વાહન ચાલકોને આંતરી માર મારી લુંટી લેવાની ઘટનાઓ દિનપ્રતિનિ વધવા માંડી છે અને આ જ ચોકડી ઉપર આજરોજ ફરી એકવાર લુંટનો બનાવ બનતા ગરબાડા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદમાં શહેરમાં રહેતા અને મધ્ય પ્રદેશના વરઝર ગામે કરિયાણાની દુકાન ધરાવતા એક વેપારી તેમના પિતા સાથે મોટરસાઈકલ પર રાબેતા મુજબ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વરઝર ગામે તેમની દુકાન પર જતા હતા તે સમયે આ ચોકડી ઉપર અજાણ્યા છ લુંટારૂઓ બે મોટરસાઈકલ પર આવી પિતા-પુત્રને ધારિયા તેમજ પથ્થરો બતાવી માર મારી તેમની પાસેથી રોકડા રૂપીયા ૬૫ હજાર, એક મોબાઈલ, એટીએમ કાર્ડ વિગેરેની લુંટ કરી નાસી જતાં આ વિસ્તારના વેપારીવર્ગ સહિત નગરજનોમાં ફફડાટ મચી ગયેલ છે.

સ્થાનિક પોલીસ ખાતા તરફથી મળેલ આધારભૂત માહિતી અનુસાર, દાહોદ શહેરના સૈફી મહોલ્લામાં રહેતા અને મધ્યપ્રદેશના ભાભરા તાલુકાના વરઝર ગામે મેઇન બજારમાં કરિયાણાની દુકાન અને મકાન ધરાવતા તૈયબઅલી યુસુફભાઈ બારીયાવાલા તથા તેમના પિતા યુસુફભાઈ હાતીમભાઈ બારીયાવાલા એમ બંન્ને જણા રાબેતા મુજબ આજ તારીખ.12/10/2018 ના રોજ સવારના ૧૧ વાગ્યે તેમની હીરોહોન્ડા મોટર સાઇકલ લઈને દાહોદથી વરઝર ખાતે તેમની દુકાને જવા નીકળ્યા હતા. તે દરમ્યાન સાડા આગિયારેક વાગ્યાના સુમારે ચંદલા ચોકડીથી વરઝર તરફ જતાં હનુમાન મંદિરની નજીકમાં તેમની મોટર સાઇકલને ત્રણ અજાણ્યા ઇસમોએ સફેદ અપાચી મોટર સાઇકલથી ઓવરટેક કરી તૈયબભાઈની મોટર સાયકલને રોકેલ અને જણાવેલ કે, ગાડી ઊભી રાખો તેમ જણાવતા તેઓએ તેમની મોટર સાયકલ ઊભી રાખેલ અને તૈયબભાઈના પિતા યુસુફભાઈ પાસેની એક લીલા કાપડની થેલી માં રોકડા રૂ।.55000/- તથા દુકાનની ચાવીઓ તથા તૈયબભાઈ પાસે પાકીટમાં રહેલ રોકડા રૂ।.10000/- તથા ATM કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ આધાર કાર્ડ તથા લાવા કપનીનો મોબાઈલ ફોન સિમ કાર્ડ સાથે કિંમત રૂ।.1000/- ની લુંટ કરવા લાગેલ જેથી આ લૂંટારાઓનો સામનો કરવા જતાં બીજી એક મોટર સાયકલ ઉપર બીજા ત્રણ ઇસમો આવતા તેઓએ પણ તૈયબભાઈ તથા તેમના પિતા યુસુફભાઈ સાથે ઝપાઝપી કરી તેમની પાસેની ચીજવસ્તુઓની લુંટ કરતાં તૈયબભાઈ તથા તેમના પિતા યુસુફભાઈએ તેમનો સામનો કરતાં આ પેન્ટસર્ટ પહેરેલ 30 થી 35 વર્ષના અજાણ્યા છ ઇસમોએ જમીન ઉપરથી પથ્થરો ઉપાડી છૂટા મારતા તૈયબભાઈના પિતા યુસુફભાઈને માથામાં પથ્થર વાગી ગયેલ અને તેમની પાસેથી રોકડા રૂ।.65000/- તથા ATM કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ આધાર કાર્ડ તથા લાવા કપનીનો સિમ કાર્ડ સહિતના મોબાઈલ ફોનની સનસનાટીભરી લુંટ કરી યુસુફભાઈને ગંભીર ઇજાઓ કરી ગાંગરડી ગામ તરફ ભાગી ગયેલ. જ્યારે તૈયબભાઈના પિતા યુસુફભાઈને આ લુંટ બનાવના ઇજાઓ થયેલ હોઇ તેમને દાહોદ ડો.ભરપોડા દવાખાને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

આ સનસનાટીભરી લુંટ બાબતે લુટનો ભોગ બનનાર તૈયબભાઈ યુસુફભાઈ બારીયાવાલાએ આ લુંટ કરનાર અજાણ્યા છ ઇસમો વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે આ લુંટ સંદર્ભે તપાસ હાથ ધરેલ છે.

આ વિસ્તારમાં અવારનવાર બનતા આવા બનાવોની પોલીસ તંત્ર ગંભીરતાથી નોંધ લઈ આવી ઘટનાઓને અંજામ આપનાર તત્વોને સત્વરે ઝડપી પાડી તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments