Saturday, April 5, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાગરબાડા તાલુકાના ગાંગરડી ગામમાં બનેલ લવ જેહાદની ઘટનાને વખોડી તાત્કાલિક પગલાં લેવા...

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામમાં બનેલ લવ જેહાદની ઘટનાને વખોડી તાત્કાલિક પગલાં લેવા ફતેપુરાનાં હિંદુ લોકોએ મામલતદારને આપ્યું આવેદન

ગરબાડા તાલુકાના ગાંગરડીની હિન્દુ યુવતિને ભગાડી જનાર મુસ્લિમ યુવકને ઝડપી પાડી યુવતિને પરિવારને સોપવાની માંગ સાથે ફતેપુરામા હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું, અને જો આરોપી વિરુધ્ધ કડક પગલા ભરવામા નહિ આવે તો હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર આદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની પંચાલ સમાજની હિન્દુ યુવતિને મુસ્લિમ જ્ઞાતિના યુવક દ્વારા ભગાડી જવાની ધટનાના ચારે તરફ ધેરા પ્રત્યાધાતો પડી રહ્યા છે. આ  બનાવ સંદભઁ આજે તા.૩૦/૦૪/૨૦૨૨ ને શનિવારના રોજ ફતેપુરા તાલુકાના હિન્દુ સમાજના લોકો, પંચાલ સમાજના આગેવાનો તેમજ વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળના સભ્યો દ્વારા હિન્દુ યુવતિને બહેલાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ધઁમાતરણ કરી લવ જેહાદની ધટનાને અંજામ આપનાર મુસ્લિમ યુવક વિરુધ્ધ ફતેપુરાના હિન્દુ સમાજના લોકો દ્વારા આ ધટનાને સખત શબ્દોમા વખોડી વિરોધ નોધાવી આરોપી મુસ્લિમ યુવક વિરુધ્ધ કડક પગલા ભરવાની માંગ સાથે દિકરી ને પરત લાવી પરિવારના સભ્યોને સોંપવાની માંગ સાથે ગુજરાતના ગૃહમંત્રી હષઁભાઇ સંધવીને, દાહોદ જિલ્લા કલેકટર, દાહોદ જીલ્લા પોલીસ વડા, ફતેપુરા મામલતદારને સંબોધતુ આવેદન પત્ર લૈખિતમા આપી બે મિનિટનું મૌન પાળી ન્યાય આપવાની માંગ કરવામા આવી છે. જો આ માંગ ન સંતોષાય તો હિન્દુ સમાજના લોકો દ્વારા જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments