Crime reporter > Priyank Chauhan – Garbada
ગરબાડા તાલુકાના જાંબુઆ ગામે ગીતાબેન પ્રતાપભાઈ પરમાર, સુશિલાબેન અનિલભાઈ પરમાર, લલિતાબેન અભેસીંગ પરમાર તથા રેખાબેન પર્વતભાઈ ભાભોરનાઓ ભેગા મળી ખેતરના શેઢા ઉપર આવેલ લીમડાના ઝાડને કાપતા હતા તે દરમ્યાન પાંગળીબેન ઝાડ કાપનાર ચારેય મહિલાઓને લીમડાનું ઝાડ કાપવાની ના પડતાં આ ચાર મહિલાઓ એકદમ ઉશ્કેરાઈ જઈ લીમડાનું ઝાડ કાપવાનું ના પાડનાર પાંગલીબેનને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે પાંગળીબેનના પતિ નામે રાયસીંગભાઈ દલાભાઈ પરમારે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પોલિસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, ગરબાડા તાલુકાના જાંબુઆ ગામે ચોરા ફળિયામાં તારીખ ૦૧/૦૧/૨૦૧૬ ના રોજ સવારના ૯:૦૦ વાગ્યે આ કામના ફરિયાદીની પત્ની પાંગળીબેન તેમના મકાઇના ખેતરમાં ઘાંસ લેવા ગયેલ અને આ કામના ફરિયાદી તેમના ઘરે બકરાને પાણી પીવડાવતા હતા તે વખતે આ કામના ફરિયાદીના ખેતરના શેઢા ઉપર લીમડાના ઝાડને આ કામના ફરિયાદીના કુટુંબના અને જાંબુઆ ગામે ચોરા ફળિયામાં રહેતા ગીતાબેન પ્રતાપભાઈ પરમાર, સુશિલાબેન અનિલભાઈ પરમાર, લલિતાબેન અભેસીંગ પરમાર તથા રેખાબેન પર્વતભાઈ ભાભોરનાઓ ભેગા મળી લીમડાના ઝાડને કાપતા હોવાથી આ કામના ફરિયાદીની પત્ની નામે પાંગળીબેને કહેલ કે, અમારા ખેતરના શેઢા ઉપરનો લીમડો તમે કેમ કાપો છો તેમ કહેતા આ ચારેય મહિલાઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી ગીતાબેન પ્રતાપભાઈ પરમારે તેના હાથમાની કુહાડીની ગુદર આ કામના ફરિયાદીની પત્ની પાંગળીબેનની પીઠના ભાગે મારી ઇજા કરેલ તથા લલિતાબેન અભેસીંગ પરમારે તેમના હાથમાના ધારિયાની ગુદર કમ્મરના ભાગે મારી ઇજા કરેલ તથા સુશિલાબેન અનિલભાઈ પરમારે તથા રેખાબેન પર્વતભાઈ ભાભોરે આ કામના ફરિયાદીની પત્ની પાંગળીબેનને ગડદાપાટુનો ગેબી માર મારી ઇજા કરેલ તથા કહેલ કે, આ લીમડાનું ઝાડ અમારી જમીનના શેઢે છે, તું અમોને કોણ ના પાડવાવાળી, હવે પછી અમોને કાપવાની ના પાડીશ તો તને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપેલ. જેથી આ કામના ફરિયાદીએ બૂમો પડતાં આ કામની ચારેય આરોપીઓ ફરિયાદીની પત્ની પાંગળીબેનને ને છોડીને જતી રહેલ.
આ બનાવમાં પાંગળીબેનને ગડદાપાટુનો ગેબી માર વગેલ હોય તેથી ૧૦૮ મોબાઇલ વાન બોલાવીને પાંગળીબેનને દાહોદ સરકારી દવાખાને દવા સારવાર હેઠળ દાખલ કરેલ છે.
આ બનાવ બાબતે આ કામના ફરિયાદી નામે રાયસીંગભાઈ દલાભાઈ પરમારે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ગીતાબેન પ્રતાપભાઈ પરમાર, સુશિલાબેન અનિલભાઈ પરમાર,લલિતાબેન અભેસીંગ પરમાર તથા રેખાબેન પર્વતભાઈ ભાભોર સામે ફરિયાદ આપતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.સેકંડ ગુ.ર.નં.૨/૧૬ ઈ.પી.કો. કલમ. ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.