Thursday, December 5, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે તળાવમાંથી એક ૭૦ વર્ષીય આઘેડની લાશ મળી આવતા...

ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે તળાવમાંથી એક ૭૦ વર્ષીય આઘેડની લાશ મળી આવતા ચકચાર

Priyank new Passport Pic

     

 Crime Reporter – Priyank Chauhan Garbada             logo-newstok-272                           

                      ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામનાં ૭૦ વર્ષીય પુનિયાભાઈ સોમલાભાઇ પરમાર તારીખ ૨૯/૧૨/૨૦૧૫ ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાના સુમારે ખેતરમાં જાઉં છુ તેમ કહી ઘરેથી ગયેલ અને તારીખ ૩૧/૧૨/૨૦૧૫ નાં ૧૨:૦૦ વાગ્યા સુધી ઘરે પરત આવેલ નહીં અને આજરોજ તેમની લાશ ટુંકીવજુ ગામના મોહલાળા તળાવમાં તરતી મળી આવતા ગામમાં ભારે ચકચાર મચી જવા પામેલ છે. આ બાબતે મૃતકના પૌત્ર નામે ધર્મેશભાઈ જશવંતભાઈ પરમારે ગરબાડા પોલિસ સ્ટેશનમાં જાણ કરેલ છે.

        પોલિસ સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ, આ કામનાં ફરિયાદી ધર્મેશભાઈ જશવંતભાઈ પરમાર કે જે નગરાળા ગામે આશ્રમ શાળામાં અભ્યાસ કરે છે તે રજા લઇને ઘરે આવેલ અને તેમની દાદી ધનીબેને ફરિયાદીને જણાવેલ કે, ગઇકાલના તારા દાદા પુનિયાભાઇ સોમલાભાઇ ખેતરમાં જાઉં છુ તેમ કહીને ઘરેથી ગયેલ છે અને તેઓ ઘરે પાછા આવેલ નથી અને કમલેશ બીમાર હોય તેની ખબર દેખવા અમો દાહોદ રળિયાતી દવાખાને જઈએ છીએ અને તારી માં એકલી ઘરે છે તેમ કહી જતાં રહેલ.

        આજરોજ આ કામના ફરિયાદી તેમના ઘરે હતો અને તે વખતે ફરિયાદીની દાદી ધનીબેન ખેતરથી ઘરે આવી આ કામના ફરિયાદીને જણાવેલ કે, તારા દાદા પુનિયાભાઈની લાશ મોહલાળા તળાવમાં પાણીમાં તરતી દેખાય છે. તે બાબતે આ કામના ફરિયાદિએ ગામનાં સરપંચ રાજુભાઇને જઈને જાણ કરેલ ત્યારે આ કામના ફરિયાદી અને સરપંચ રાજુભાઇએ તળાવ ઉપર જઈને જોયું તો પુનિયાભાઈની લાશ પાણીમાં તરતી હતી.

        આ બાબતે ધર્મેશભાઈ જશવંતભાઈ પરમારે ગરબાડા પોલિસ સ્ટેશનમાં જાણ કરતાં ગરબાડા પોલિસે ગરબાડા પો.સ્ટે.અ.મોત.નં.૨૭/૧૫ સી.આર.પી.સી.ક. ૧૭૪ મુજબ નોંધી આ બાબતે વધુ તપાસ હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments