Friday, January 24, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના નળવાઈ ગામેથી તળાવના ઉપર બાજુએથી 70 વર્ષીય આઘેડની લાશ મળી...

ગરબાડા તાલુકાના નળવાઈ ગામેથી તળાવના ઉપર બાજુએથી 70 વર્ષીય આઘેડની લાશ મળી આવતા ચકચાર

 

 

 

ગરબાડા તાલુકાના ગરબાડા ગામના મોહનીયા ફળિયામાં રહેતા જીથરાભાઈ સુરતાનભાઇ સંગાડા કે જેઓને ગાંગરડી મુકામે દલાલીમાં જવાનું હોય જેથી તારીખ.25/08/2018 ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં જીથરાભાઈને તેમનો પૌત્ર નામે હિતેશભાઈ ઉદેસીંગ સંગાડા મોટર સાઇકલ ઉપર ગરબાડા મૂકી આવેલ અને સાંજ થતાં સુધી પણ જીથરાભાઈ ઘરે નહીં આવતા તેમના પુત્ર ઉદેસીંગભાઈ તેમજ ઘરના તથા કુટુંબના માણસો જીથરાભાઈની શોધખોળ કરવા લાગેલા અને સગાં સંબંધીઓમા પણ તપાસ કરેલ તેમ છતાં પણ જીથરાભાઈનો કોઈ પત્તો લાગેલ નહીં અને તા.૨૬/૦૮/૨૦૧૮ ના રોજ સવારમાં તેમના પુત્ર ઉદેસીંગભાઈએ ગાંગરડી ગામે પણ જીથરાભાઈની તપાસ કરેલ તેમ છતાં પણ જીથરાભાઈનો કોઈ પત્તો લાગેલ નહીં.

જેથી જીથરાભાઈના પુત્ર ઉદેસીંગભાઈ ગાંગરડીથી ગરબાડા મુકામે આવ્યા ત્યારે ઉદેસીંગભાઈને વાતોવાતોથી જાણવા મળેલ કે, નળવાઈ ગામે તળાવના ઉપર બાજુએ એક ઉમરલાયક માણસની લાશ પડેલ છે તેવું જાણવા મળતા જીથરાભાઈના પુત્ર ઉદેસીંગભાઈ તેમના ભાઈ દિનેશભાઇ તથા મકનાભાઈ તથા બીજા માણસો સાથે નળવાઈ ગામે તળાવ ઉપરના ભાગે લલિબેનના ખેતરે ગયેલા અને જોયેલ તો જીથરાભાઈની લાશ ઊંધી હાલતમાં પડેલ મળી આવેલ. 70 વર્ષીય જીથરાભાઈ સુરતાનભાઇ સંગાડા મરણ હાલતમાં મળી આવતા આ બાબતે તેમના પુત્ર ઉદેસીગભાઈ જીથરાભાઈ સંગાડાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments