Tuesday, December 3, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના નવાફળિયા વર્ગ પ્રાથમિક શાળા, બારીયા ફળિયા પ્રાથમિક શાળા અને માધ્યમિક...

ગરબાડા તાલુકાના નવાફળિયા વર્ગ પ્રાથમિક શાળા, બારીયા ફળિયા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ગરબાડા ખાતે બાલવાટિકા, આંગણવાડી તેમજ ધોરણ – ૧ ના ભુલકાઓની શાળામાં “પા પા પગલી” કરાવતા જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે

વિદ્યાર્થીના જીવન વિકાસમાં વાલી,શિક્ષક અને વિધાર્થીઓના ત્રિવેણી સંગમ થકી રાષ્ટ્ર વિકાસનો પાયો મજબૂત બને છે : કલેકટર યોગેશ નિરગુડે

બાળકોને શૈક્ષણિક કીટ, ગણવેશ-દફતર ભેટ આપીને ઉજ્જવલ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે

દાહોદ જીલ્લાની છેવાડે આવેલા તેમજ પ્રકૃતિના ખોળે આવેલા ગરબાડા તાલુકાના બારિયા ફળિયા પ્રાથમિક શાળા અને ગરબાડા માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નિમિતે શાળામાં પ્રથમ વાર પગલા માંડનાર નાનકડાં ભૂલકાઓએ બાલવાટિકા, આંગણવાડી તેમજ ધોરણ – ૧ માં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી તેમજ ગરબાડા માધ્યમિક શાળા ખાતે પણ કલેકટર યોગેશ નિરગુડેએ ધોરણ – ૯ ના વિધ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો.

કલેકટર યોગેશ નિરગુડેએ બાળકોના શિક્ષણના પાયાને મજબૂત બનાવવા શૈક્ષણિક કીટ, ગણવેશ-દફતર ભેટ આપીને ઉજ્જવલ ભવિષ્યની દિશામાં બાળકોની “પા પા પગલી” પ્રવેશ કરાવ્યો હતો. સરપંચ, એસ.એમ.સી. સભ્યો અને શિક્ષકો દ્વારા વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોની શિક્ષણમાં રૂચિ કેળવાય તે માટે બાળકોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. તથા સરકાર વિવિધ શૈક્ષણિક યોજનાઓ અંગે માહિતી આપતા કલેક્ટર યોગેશ નિરગુડેએ ઉમેર્યું હતું કે, શિક્ષણની ગુણવતા જળવાઈ રહે તે જરૂરી છે. પ્રથમ તો તમામ વાલીઓએ સમજવાની જરૂર છે કે બાળકોનું ભવિષ્ય આપના હાથમાં છે. જો બાળકોને યોગ્ય શિક્ષણ નહી મળે તો એમને પણ મજુરી કરીને પોતાનું જીવન ગુજારવું પડશે, આપના બાળકો શિક્ષણ મેળવી આગળ જઈને પોતાનું ભવિષ્ય બનાવે તે માટે વાલીઓએ સહયોગ આપવાનો છે. અત્યારે બાળકોનો સમય ભણવાનો છે તેથી તેઓના અભ્યાસમાં કોઈ ખલેલ ન પહોચે તેમજ તેઓ પોતાનો અભ્યાસ સરસ રીતે પૂર્ણ કરે તેની જવાબદારી બધા વાલીઓએ ઉઠાવવાની છે. બાળકો નિયમિત રીતે શાળાએ જાય, લેસન બરાબર કરે તેમજ શાળાની રોજ-બ-રોજની બાબતોમાં રસ લેવું જોઈએ.

રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણના સ્તરને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આજે બાળકોને સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી જેવી અત્યાધુનિક સુવિધાઓ મળી રહી છે. શાળાના આચાર્ય અને શિક્ષકો બાળકોને અભ્યાસ માટે આદર્શ વાતાવરણ કરીને બાળકોની અભ્યાસમાં રૂચિ કેળવવા માટે સરાહનીય પ્રયાસો કરી રહ્યા છે. આ ઉત્સવમાં બાળકોનો ઉત્સાહ વધારવા પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચો, એસ.એમ.સી. અધ્યક્ષ સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments