Thursday, January 23, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના પાંચવાડાના શેલ્ટર હોમમાં રાખેલ ૧૦૪ જેટલા પરપ્રાંતિય લોકોએ પોલીસ સહિત...

ગરબાડા તાલુકાના પાંચવાડાના શેલ્ટર હોમમાં રાખેલ ૧૦૪ જેટલા પરપ્રાંતિય લોકોએ પોલીસ સહિત મામલતદારની ટીમ ઉપર કર્યો પત્થર મારો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA શેલ્ટર હોમના ઇન્ચાર્જ ખુશ્બુબેનને ઇજા તથા તેમની એક્ટિવાને પણ નુકશાન તથા આશ્રમ શાળાના ગાર્ડનને પણ નુકશાન

હાલમાં કોરોનાવાયરસને લઈને સમગ્ર દેશભરમાં ભયના માહોલ સાથે અફડાતફડી મચી જવા પામી છે આવા સમયમાં ધંધા રોજગારી માટે વતનથી દૂર રહેતાં અનેક લોકો તેમના વતનમાં જવા માટે પડાપડી કરી રહ્યા છે આવા સમયમાં વતનમાં જતા ગ્વાલિયર અને યુપીના આવા 300 જેટલા લોકોને દાહોદ પોલીસે તા.૩૧/૦૩/૨૦૨૦ ને મંગળવારના રોજ પકડ્યા હતા અને જે તમામને ગરબાડા મામલતદાર મયંક પટેલ, હાર્દિક જોષીને સોંપવામાં આવ્યા હતા. જેથી ગરબાડા મામલતદારની ટીમ દ્વારા સૌથી પહેલા આરોગ્ય વિભાગની મદદ લઇ આ તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓને પાંચવાડા આશ્રમ શાળા તથા ગાંગરડા આશ્રમશાળામાં રહેવા માટેની સુવિધા આપવામાં આવી હતી. જે પૈકીના પાંચવાડા શેલ્ટર હોમમાં રાખેલા ૧૦૪ જેટલા લોકો કે જેઓને સ્થાનિક તંત્ર દ્વારા ખાવા પીવાથી લઈને જીવન જરૂરિયાતની નાની મોટી તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી હોવા છતાં પોતાના વતનમાં જવા માટે તેઓ દરરોજ દરેક વસ્તુમાં વાંધા વચકા કરી રહ્યા છે અને તંત્રને હેરાન કરી રહ્યા છે. જમવાનું નથી ફાવતું, ગાદલાં ફાડી નાંખી ફરિયાદ કરવામાં આવે છે તેમજ યેનકેન પ્રકારે તંત્રને હેરાન કરે છે.

આજ તા.૦૩/૦૪/૨૦૨૦ ને શુક્રવારના રોજ બપોરના એક થી દોઢ વાગ્યાના અરસામાં આ પરપ્રાંતિય લોકોએ જમવા માટે આના કાની કરતાં ગરબાડા P.S.I. પી.કે.જાદવ, મામલતદાર મયંક પટેલ તેઓને સમજાવવા ગયેલ તેમ છતાં ન માનતા Dy.S.P. કલ્પેશ ચાવડા પણ સ્થળ ઉપર આવી ગયા હતા. તેઓ દ્વારા પણ સમજાવટ છતાં પણ આ પરપ્રાંતિયો માન્યા ન હતા અને એકદમ ઉશ્કેરાઈ જઈ પોલીસ સહિત મામલતદારની ટીમ ઉપર પત્થર મારો કર્યો હતો. જેમાં શેલ્ટર હોમમાં ઇન્ચાર્જ ખુશ્બુબેન ને ડાબા હાથે ઇજા થઈ હતી તેમજ તેમની એકટીવા ગાડીને પણ નુકશાન થયુ હતુ. તો જ્યાં આ પરપ્રાંતિયોને રાખવામા આવ્યા હતા તે ગાર્ડને પણ નુકશાન પહોચાડવામાં પણ તેઓએ કોઈ કચાસ રાખી ન હતી. જો કે સદનસીબે પથ્થર મારાની આ ઘટનામાં અન્ય કોઈ અધિકારીને ઇજા થઈ ન હતી. ખરેખર તો તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી હોવા છતાં પણ આ પરપ્રાંતીયો દ્વારા તંત્ર સાથે આ રીતનું ખરાબ વર્તન કરવામાં આવતું હોવાના કારણે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇયે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments