Saturday, April 19, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના પાટીયા ગામેથી રહેણાંક મકાનમાંથી રૂ।.૧૫૪૫૦/- ની કિંમતનો વિદેશી દારૂ તથા...

ગરબાડા તાલુકાના પાટીયા ગામેથી રહેણાંક મકાનમાંથી રૂ।.૧૫૪૫૦/- ની કિંમતનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડતી દાહોદ એલસીબી પોલીસ.

 
priyank-passport-photo-new

PRIYANK CHAUHAN GARBADA

દાહોદ એલસીબી પોલીસ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી.પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ગાંગરડી નાંદવા રોડ ઉપર પાટીયા ત્રણ રસ્તા ચોકડી ઉપર ખાનગી રાહે બાતમી મળેલ કે, પાટીયા ગામે તળાવ ફળીયામાં રહેતા બદીયાભાઈ વશનાભાઈ પરમાર તેના પોતાના રહેણાંક બનતા પાકા ધાબાવાળા મકાનમાં આવેલ દુકાન તેમજ ઘરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી ચોરી છૂપીથી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે ગરબાડા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ફુલસીંગભાઈ તથા પો.કો.મોહનભાઈને સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં એક ઈસમ તેના પાકા ધાબાવાળા બનતા નવા મકાનના દરવાજા આગળ ઉભેલ હતો જે પોલીસને દેખી તેના મકાનના પાછળના ભાગેથી નાસી જતાં તેની પાછળ દોડવા છતાં તે પકડાયેલ નહીં પરંતુ તેની તપાસ કરતાં તે બદીયાભાઈ વશનાભાઈ પરમાર હોવાનું જાણવા મળેલ.

પોલીસે બાતમી વાળા મકાનમાં જ પંચો રૂબરૂ મકાનમાં ઝડતી કરતાં ગોદડીઓ નીચે સંતાડી રાખેલ મોકડોલ નં.૧ વ્હીસ્કીની પેટી નંગ-૧ જેમાં કાચની ૧૮૦ ML ની બોટલ નંગ-૪૮ જેની એક બોટલની કિ.રૂ।.૧૦૦/- લેખે ૪૮ બોટલના કિ.રૂ।.૪૮૦૦/- તથા બ્લેકફોર્ડ બીયરની પેટી નંગ-૩ જેમાં એક પેટીમાં કાચની ૬૫૦ ML ની ૧૨ બોટલો લેખે કુલ ૩૬ નંગ બોટલ જેની એક બોટલની કિ.રૂ।.૧૦૦/- લેખે ૩૬ બોટલની કિ.રૂ।.૩૬૦૦/- તથા કિંગ વ્હીસ્કીની પેટી નંગ-૨ જેમાં પ્લાસ્ટિકની એક પેટીમાં ૧૮૦ ML ની ૪૮ બોટલો લેખે કુલ બોટલ નંગ ૯૬ તથા છૂટી બોટલો ૪૫ મળી કુલ ૧૪૧ બોટલો જેની એક બોટલની કિ.રૂ।.૫૦/- લેખે ૧૪૧ બોટલની કિ.રૂ।.૭૦૫૦/- મળી કુલ ૨૨૫ નંગ બોટલો જેની કુલ કિ.રૂ।.૧૫૪૫૦/- નો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો મળી આવેલ છે.

આમ, ગરબાડા તાલુકાના પાટીયા ગામના તળાવ ફળીયાના રહીશ બદીયાભાઈ વશનાભાઈ પરમારે તેમના પોતાના રહેણાંક મકાનમાં ગોદડીઓ નીચે ગેરકાયદેસર સંતાડી રાખેલ વિદેશી દારૂ તેમજ બીયરની નાની મોટી ૨૨૫ નંગ બોટલો જેની કુલ કિ.રૂ।.૧૫૪૫૦/- નો વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો રાખી પોલીસની રેડી જોઈ નાસી ગયેલ હોય જેથી આ બાબતે પોલીસે ધર્મેન્દ્રસિંહ ચંદનસિંહ, અ.હે.કોન્સ(એલસીબી શાખા દાહોદ) ની ફરીયાદના આધારે ગરબાડા તાલુકાના પાટીયા ગામના તળાવ ફળીયાના રહીશ બદીયાભાઈ વશનાભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહી સુધારા અધિનિયમ.૨૦૧૬ ની પ્રોહી કલમ.૬૬(૧)બી, ૬૫ઇ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments