PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકાના ભીલવા ગામે નદી ઉપર કપડાં ધોવા ગયેલ 31 વર્ષીય મહિલાનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજેલ છે. પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, ગરબાડા તાલુકાના ભીલવા ગામના પુજારા ફળિયામાં રહેતા પરેશભાઈ મનિયાભાઈ ગણાવાની 31 વર્ષીય પત્ની રેખાબેન તા.25/03/2017 ના રોજ સવારે દશ વાગ્યાના સુમારે નદી ઉપર કપડાં ધોવા માટે ગયેલ હતા અને તેઓ અકસ્માતે નદીમાં ડૂબી ગયેલ. આ બાબતની જાણ પરેશભાઈને થતા પરેશભાઈ એ તાત્કાલિક નદીએ જઈ નદીમાં ઉતરી રેખાબેનને ઊંચકી નદીમાંથી બહાર કાઢતા તેમનો થોડો થોડો શ્વાસ ચાલુ હોવાથી 108 મોબાઇલ વાન બોલાવી સરકારી દવાખાને લઈ ગયેલ. દવાખાનાનાં ડોક્ટરે રેખાબેનની તપાસ કરતાં રેખાબેનનું મરણ થયેલ હોવાનું જણાવી પોલીસને આ બાબતની જાણ કરવા જણાવતા મનિયાભાઈ જોતિયાભાઈ ગણાવાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.અ.મોત નં.4/17 સી.આર.પી.સી.કલમ.174 મુજબ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.