Priyank Chauhan – Garbada
ગરબાડા તાલુકાના ભે ગામે લુટારુઓએ એક ઘરને નિશાન બનાવી ચાર બળદ,મોબાઇલ તથા ચાંદીની ઝાંઝરી મળી કુલ રૂપિયા ૨૬૪૦૦/- ની મત્તા લૂટ કરી નાસી ગયેલ છે. આ લુટની ઘટના બાબતે નગરાભાઈ બચુભાઈ ભુરિયાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં (૧)મનેશભાઈ ઝીથરાભાઈ ભુરિયા (૨) રમેશભાઈ પારસીંગભાઈ ભુરિયા (૩) રમશુભાઈ પારસીંગભાઈ ભુરિયા (૪) હટિયાભાઈ તેરસીંગભાઈ ભુરિયા, રહે.ભે, હાંડીયા ફળિયા તથા તેમની સાથેના બીજા દશથી પંદર લુટારુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, બનાવની વિગત એવિ છે કે, તારીખ.૨૫/૦૪/૨૦૧૬ ના રોજ રાત્રિના અગિયાર કલાકે ગરબાડા તાલુકાનાં ભે ગામે (૧)મનેશભાઈ ઝીથરાભાઈ ભુરિયા (૨) રમેશભાઈ પારસીંગભાઈ ભુરિયા (૩) રમશુભાઈ પારસીંગભાઈ ભુરિયા (૪) હટિયાભાઈ તેરસીંગભાઈ ભુરિયા તથા તેમની સાથેના બીજા દશથી પંદર લુટારુઓએ ભેગા મળી લાકડીઓ, બંદુક, ધારિયા, તીરકામઠા જેવા હથિયારો સાથે લુટ કરવા નગરાભાઈ બચુભાઈ ભુરિયાના ઘરને નિશાન બનાવ્યું હતું. જેમાં મનેશભાઈ ઝીથરાભાઈ ભુરિયાએ તેના હાથમાની બંદુક નગરાભાઈ બચુભાઈ ભુરિયાના કપાળમાં જમણી આંખના ખૂણા ઉપર મારી ઇજા કરેલ તથા રમશુભાઈ પારસીંગભાઈ ભુરિયાએ લાકડીથી માર મરેલ તથા રમુડીબેનને રમશુભાઈ પારસીંગભાઈ ભુરિયાએ લાકડીથી માર મારી ઇજા કરી ચાંદલાના રૂપિયા તથા કકુડીબેન તથા મોજીલાબેનની ચાંદીની ઝાંઝરી જોડ નંગ.૨ કિમત રૂપિયા ૬૦૦૦/- ની તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિમત રૂપિયા ૪૦૦/- તથા વીરસીંગભાઈ બચુભાઈના બળદ નંગ-૪ કિમત રૂપિયા ૨૦૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૬૪૦૦/- ની મત્તાની લુટ કરી ફરાર થઈ ગયેલ છે.
આ લુટ બાબતે નગરાભાઈ બચુભાઈ ભુરિયાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૫/૧૬ ઇ.પી.કો.કલમ.૩૯૫,૩૯૭ આર્મ એક્ટ ૨૫(૧)એ મુજબ (૧) મનેશભાઈ ઝીથરાભાઈ ભુરિયા (૨) રમેશભાઈ પારસીંગભાઈ ભુરિયા (૩) રમશુભાઈ પારસીંગભાઈ ભુરિયા (૪) હટિયાભાઈ તેરસીંગભાઈ ભુરિયા, રહે.ભે, હાંડીયા ફળિયા તથા તેમની સાથેના બીજા દશથી પંદર લુટારુઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.