Wednesday, October 1, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ...

ગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાંચવાડા 36, જાંબુવા 33, ઝરીબુઝર્ગ 26, ગાંગરડી 24, પાટીયા 38, અભલોડ 50 આમ કુલ 239 દર્દીઓને ONGC કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કર્યું.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત ગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા, જાંબુવા, ઝરીબુઝર્ગ, મીનાકયાર, ગાંગરડી, પાટીયા, અભલોડ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા જીલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણનું આયોજન ONGC કંપની દ્વારા નિક્ષય મિત્રબનીને કરવામાં આવેલ હતું. જેનો મુખ્ય હેતુ ટીબીથી પીડિત દર્દીઓને પોષણ પૂરું પાડવા માટે સહાય આપવામાં આવે છે, જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે. ટીબી દર્દીઓને યોગ્ય પોષણ મળી રહે અને સારવાર દરમ્યાન તેમની તંદુરસ્તી જળવાઈ રહે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાંચવાડા 36,જાંબુવા 33, ઝરીબુઝર્ગ 26, ગાંગરડી 24, પાટીયા 38, અભલોડ 50 આમ કુલ 239 દર્દીઓને ONGC કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કર્યું હતું. પોષણ કીટ વિતરણમાં ચોખા, તુવર દાળ, તેલ, ઘઉં નો લોટ, પ્રોટીન પાવડર, મગ, મગની દાળ, ગોળ, ખજૂર, ચણા જેવી વસ્તુઓ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ONGC ના HR મેનેજર અરુણ પ્રભાત, કંપનીના HR એક્ઝિક્યુટિવ જીતેન્દ્ર લાલવાણી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, પાંચવાડાના ડૉ હર્ષ ભૂરા, જાંબુવાના ડૉ રૂમિકા પંચાલ, ઝરીબુઝર્ગના ડૉ ભાર્ગવ રોઝ, પાટીયાના ડૉ દુર્ગા બસમિત, તાલુકા ટીબી સુપરવાઈઝર ભાવેશ નિનામા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર, આશા બહેનો તથા ટીબી દર્દીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

1