Wednesday, January 8, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના સાહડા ગામે રાત્રીના સમયે બોલેરો જીપ તથા બાઇક વચ્ચે અકસ્માત...

ગરબાડા તાલુકાના સાહડા ગામે રાત્રીના સમયે બોલેરો જીપ તથા બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત.

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા તાલુકાના સાહડા ગામે રાત્રીના સમયે બોલરો જીપ તથા મોટર સાઇકલ વચ્ચે અકસ્માત થતાં મોટર સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજેલ છે. અકસ્માત થતાં બોલેરો જીપ ચાલક અકસ્માત કરી ફરાર થઈ જતાં મૃતકના મોટા ભાઈ દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશનમાં બોલેરો જીપના નંબરના આધારે અજાણ્યા જીપ ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગરબાડા તાલુકાના સાહડા ગામના પરમાર ફળીયામાં રહેતા મુકેશભાઈ કાનજીભાઇ પરમાર કે જેઓ તારીખ.૧૯/૦૬/૨૦૧૭ માં રોજ સાંજે સાડા સાત વાગ્યાના સુમારે પોતાની મોટર સાઇકલ નં.GJ.20.J.7993 લઈને ક્યાક જવા નીકળ્યા હતા. તે સમયે તેમના મોટા ભાઈ રામસીંગભાઈએ તું ક્યાં જાય છે તેમ પૂછતાં મુકેશભાઈએ ગામમાં જવું છુ તેમ જણાવેલ. જ્યારે રાત્રિના દશેક વાગ્યા સુધી મુકેશભાઈ ઘરે પરત નહીં આવતા રામસીંગભાઇ તથા દિનેશભાઈ, કિશોરભાઈ વિગેરે મુકેશભાઈની શોધખોળ કરવા માટે હાઇવે રોડ તરફ આવ્યા હતા અને ત્યાં કેનાળના પુલ ઉપર મોટર સાઇકલ અકસ્માત થયેલ જોવા મળતા તેઓએ બેટરી મારી મોટર સાઇકલનો નંબર જોતાં આ મોટર સાઇકલ મુકેશની હોવાનું માલૂમ પડતાં આજુબાજુ બેટરી મારી તપાસ કરતાં કેનાળની એક તરફ GJ.9.BA.4659 નંબરની બોલેરો જીપ કેનાળમાં ખાબકીને પડી હતી જે જીપનો ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. જ્યારે કેનાળની બીજી તરફના ભાગે કેનાળમાં મુકેશભાઈની ગંભીર ઇજાઓ પામેલ લોહીથી લથપથ ડેડબોડી પડી હતી. આમ, બોલેરો જીપના ચાલકે પોતાની જીપ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મુકેશભાઈની મોટર સાઇકલને અડફેટમાં લેતા મુકેશભાઈનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજેલ છે.

આ અકસ્માત સંબંધી મૃતક મુકેશભાઈના મોટાભાઈ રામસીંગભાઈએ બોલેરો જીપના નંબરના આધારે અજાણ્યા જીપ ચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ગરબાડા ફ.ગુ.ર.નં. ૫૭/૧૭ ઇ.પી.કો.કલમ. ૨૭૯, ૩૦૪(અ), એમ.વી.એક્ટ.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments