PRIYANK CHAUHAN GARBADA
ગરબાડા તાલુકાના સીમળીયાબુઝર્ગ ગામે ચૂંટણીમાં મત કેમ આપેલ નથી તેમ કહી ત્રણ ઇસમોએ ભેગા મળી એક ઇસમને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ ઇસમો સામે ગરબાડા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાયેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, મેહિયાભાઈ તેરીયાભાઇ પરમાર તારીખ.૩૦/૧૨/૨૦૧૬ ના રોજ સવારના આઠેક વાગ્યાના સુમારે તેમના ઘર પાસે નવાફળિયા સરકારી દવાખાના પાસે નાહવા જતાં હતા તે સમયે તેમના ગામમા રહેતા કેહજીભાઈ કમજીભાઈ પરમાર તથા તેમનો છોકરો ધર્મેશભાઈ લાકડી લઈ ઊભા હતા અને તેમની સાથે નારૂભાઈ છત્રસિંહ પરમાર પણ ઊભો હતો અને તેઓએ મેહિયાભાઈને ઊભા રાખી કહેલ કે, સરપંચની ચુંટણીમાં તમોએ અમોને કેમ મત આપેલ નથી અને તમારા લીધે હું હારી ગયેલ છુ તેવું કહી કેહજીભાઈએ ઉશ્કેરાઈ જઈ મેહિયાભાઈને માં-બેન સામાની ગાળો આપી તેના હાથમાની કડીવાળી લાકડીનો ફટકો મારતા મેહિયાભાઈને લાકડીનો અણીવાળો ભાગ ડાબી આંખ ઉપર વાગી જતાં ચામડી કપાઈ જઈ લોહી નીકળેલ ત્યાર બાદ ધર્મેશભાઈએ મેહિયાભાઈને બરડામાં તેમજ ખભાના ભાગે લાકડીના ફટકા માર્યા હતા અને સાથેના નારૂભાઈએ પણ મેહિયાભાઈને પકડી રાખી ગડદાપાટુનો માર મારી આ ત્રણેય જણાએ કહેલ કે, તારા લીધે હું ચૂંટણીમાં હારી ગયેલ છુ અને તારા કુટુંબમાં માણસોને તે કેમ મત આપવા દીધા નહીં, તને ગામમાં રહેવા દેવાના નથી તેમ કહી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળાગાળી કરી ખેંચતાણ કરેલ.
આ બનાવ સંબંધી મેહિયાભાઈ તેરીયાભાઇ પરમારે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે કેહજીભાઈ કમજીભાઈ પરમાર, ધર્મેશભાઈ કેહજી પરમાર તથા નારૂભાઈ છત્રસિંહ પરમાર સામે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૯/૧૬ ઇ.પી.કો.કલમ.૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ.કલમ.૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.