PRIYANK CHAUHAN GARBADA
ગરબાડા તાલુકાના સીમળીયાબુઝર્ગ ગામે હાલમાં યોજાયેલ સીમળીયાબુઝર્ગ ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખી સતર જેટલા ઇસમોએ ભેગા મળી હાલમાં યોજાયેલ ચૂંટણીમાં વિજેતા સરપંચ ઉમેદવારના ઘરો તરફ ગાળો બોલતા બોલતા કિકિયારીઓ કરી દોડી આવી ચૂંટણીમાં તમોએ અમોને મત કેમ આપેલ નથી તેમ કહી ઘરો સળગાવી દેવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરો ઉપર પત્થર મારો કરી ઘરના નળિયા તથા ઘરના દરવાજાની તોડફોડ કરી આશરે રૂપિયા ત્રિશેક હજાર જેટલું નુકશાન કરેલ છે આ બાબતે સરપંચ તરીકે વિજેતા ઉમેદવારના પતિ જુવાનસીંગ રસુલભાઇ પરમારે આ બાબતે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પોલીસ વિભાગ તરફથી પ્રાપ્ત થયેલ વિગત અનુસાર, હાલમાં યોજાયેલ સીમળીયાબુઝર્ગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે વિજેતા ઉમેદવાર જલુબેન તથા તેમના પતિ જુવાનસીંગ તથા ફરિયાદીના પિતા રસુલભાઇ વિગેરે ઘરના સભ્યો તારીખ.૩૦/૧૨/૨૦૧૬ ના રોજ જમી પરવારી તેમના ઘરમાં સુઈ ગયેલ હતા તે દરમ્યાન રાતના સાડા દશેક વાગ્યાના અરસામાં સીમળીયાબુઝર્ગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારેલા સરપંચ ઉમેદવારના પતિ નામે કેશવા ગુલસીંગ તથા પંકેશ કેશવા, મનુ ગુલસીંગ, કાળુ ગુલસીંગ, જેમાલ કાળુ, માધવ કાળુ, મહેશ કાળુ, નૈનેશ ભારતા, નરેશ મનુ, દિનેશ મનુ તથા તેમની સાથે બીજા સાતેક જેટલા અજાણ્યા ઇસમોએ એકસંપ થઈ ફરિયાદી જુવાનસીંગના ઘરો તરફ ગાળો બોલતા બોલતા અને કિકિયારીઓ કરતાં દોડી આવી કહેવા લાગેલ કે, તમોએ અમોને મત આપેલ નથી હવે અમો તમારા ઘરો સળગાવી દઈ તમોને જાનથી મારી નાંખીશું તેમ કહી ઘરો ઉપર પત્થર મારો કરી ઘરના નળિયા તોડી નાંખેલ અને ઘરના દરવાજા પણ તોડી નાંખી આશરે રૂપિયા ત્રિશેક હજાર જેટલું નુકશાન કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમના ઘર તરફ જતાં રહેલ.
આ બનાવ સંબંધે તારીખ.૩૧/૧૨/૨૦૧૬ ના રોજ જુવાનસીંગ રસુલભાઇ પરમારે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે સતર જેટલા ઇસમો સામે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૨/૧૬ ઇ.પી.કો.કલમ.૧૪૩, ૫૦૪, ૫૦૬(૨), ૩૩૭, ૪૨૭ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.