Priyank chauhan Garbada
ગરબાડા તાલુકાના સીમળીયાબુઝર્ગ ગામે ચાર ઇસમોએ ભેગા મળી હાલમાં યોજાયેલ સીમળીયાબુઝર્ગ ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખી એક યુવકના માથામાં કુહાડી, કપાળમાં ધારિયું તેમજ લોખંડની પાઇપ મારી ગંભીર ઇજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા આ બાબતે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના સીમળીયાબુઝર્ગ ગામે જુવાનસીંગ રસુલભાઇ પરમાર તથા ઝેલુબેન જુવાનસીંગ પરમાર તથા રોહિતભાઈ રસુલભાઇ પરમાર તથા સંજયભાઈ નજુભાઈ પરમારે ભેગા મળી ચૂંટણીની અદાવત રાખી સીમળીયાબુઝર્ગ ગામે જ રહેતા નયેશભાઈ ભારતસીંગ પરમારના માથામાં કુહાડી, કપાળે ધારિયું તથા કમરે લોખંડની પાઇપ મારી ગંભીર ઇજાઓ કરેલ અને સાથે સાથે ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ બાબતે ભેરૂસીંગ જંગલસિંહ પરમારે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે જુવાનસીંગ રસુલભાઇ પરમાર, ઝેલુબેન જુવાનસીંગ પરમાર, રોહિતભાઈ રસુલભાઇ પરમાર તથા સંજયભાઈ નજુભાઈ પરમાર વિરુદ્ધ ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.3/૨૦૧૭ ઇ.પી.કો.કલમ.૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જીપી.એક્ટ.૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.