ગરબાડા તાલુકામાં મુદત પૂરી થતી હોય તેવી છ (૬) ગ્રામ પંચાયતોની સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી તા.૨૦/૦૧/૨૦૧૯ ના રવિવારના રોજ યોજવામાં આવી હતી. જેમાં ગરબાડા તાલુકા ની છ (૬) ગ્રામ પંચાયતોનું સરેરાસ ૭૬.૮૩ ટકા જેટલું મતદાન થયેલ હોવાનું જાણવા મળેલ છે.
૨૦ જાન્યુઆરી ૨૦૧૯ રવિવારના રોજ ગરબાડા તાલુકાની ગરબાડા, ભીલવા, ખારવા, ગુંગરડી, નવાફળીયા, ભીલોઇ ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડ સભ્યો માટેની ચૂંટણી યોજાઇ હતી. અલગ અલગ બૂથો ઉપર વહેલી સવારે ૦૮:૦૦ વાગ્યાથી મતદાન શરૂ થતાં મતદારોમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદારોએ પોતપોતાના બૂથ ઉપર ઉત્સાહભેર મતદાન કરી ગામના નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી હતી.
ગરબાડા | ૬૭.૦૮ | ગુંગરડી | ૮૬.૧૯ |
ભીલવા | ૮૪.૯૭ | ખારવા | ૬૬.૩૫ |
નવાફળીયા | ૮૬.૧૦ | ભીલોઇ | ૯૩.૭૦ |
ગરબાડા તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થતાં પોલીસ વિભાગ સાથે ચૂંટણી વહીવટી તંત્રએ હાસ અનુભવી હતી. ગરબાડા તાલુકાની છ (૬) ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મત ગણતરી તા.૨૨/૦૧/૨૦૧૯ ના મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે.