ગરબાડા તથા ભીલવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે પરીવર્તન : ગરબાડા તાલુકામાં મુદત પૂરી થતી હોય તેવી છ (૦૬) ગ્રામ પંચાયત જેમાં ગરબાડા, ભીલવા, ખારવા, ગુંગરડી, નવાફળીયા, ભીલોઇ ગ્રામ પંચાયતોની સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી તા.૨૦/૦૧/૧૯ ના રોજ યોજવામાં આવી હતી. જેમાં ગરબાડા તાલુકાની છ (૬) ગ્રામ પંચાયતોનું સરેરાસ ૭૬.૮૩% જેટલું મતદાન થયેલ હતું. જેની મત ગણતરી આજ તા. ૨૨/૦૧/૨૦૧૯ ના મંગળવાર રોજ સવારે ૦૯:૦૦ કલાકથી ગરબાડા મામલતદાર કચેરી ખાતે પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી.
મળેલ આધારભૂત માહિતી મુજબ, ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર અશોકભાઈ રતનસિંહ રાઠોડને ૧૯૫૮ વોટ મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં હતા તેમજ નવાફળીયા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર પ્રતાપભાઈ બામણીયાને ૫૫૦ વોટ મળતાં તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા ખારવા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર નંદુબેન પ્રેમચંદભાઈ ભુરીયાને ૬૯૬ વોટ મળતા વિજેતા જાહેર કરવામાં હતા તથા ભીલોઈ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર લલીતાબેન પ્રતાપસિંહ રાઠોડને ૪૬૨ વોટ મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા ભીલવા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર કમળાબેન રાયચંદભાઈ ગણાવાને ૯૪૯ વોટ મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. હતા જ્યારે ગુંગરડી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર બાલુભાઈ છગનભાઈ ભાભોરને ૧૦૧૭ વોટ મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ગરબાડા ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર | મળેલ મત | |
૧. | અશોકભાઇ રતનસિંહ રાઠોડ | ૧૯૫૮ |
૨. | કાળુભાઇ સેવાભાઇ નળવાયા | ૧૦૨ |
૩. | મહેન્દ્રસિંહ દલસિંહ રાઠોડ | ૧૮૩૭ |
નવાફળિયા ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર | મળેલ મત | |
૧. | ભગતસિંહ મંગળસિંહ પરમાર | ૫૬ |
૨. | નાથાભાઈ કસનાભાઇ મોરી | ૪૩૬ |
૩. | પ્રતાપભાઈ ભગાભાઈ બામણ્યા | ૫૫૦ |
ખારવા ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર | મળેલ મત | |
૧. | નંદુબેન પ્રેમચંદભાઈ ભુરીયા | ૬૯૬ |
૨. | મધુબેન રમેશભાઈ ભુરીયા | ૩૨૮ |
ભીલોઇ ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર | મળેલ મત | |
૧. | રમીલાબેન વીરસીંગભાઈ રાઠોડ | ૧૦૪ |
૨. | લલીતાબેન પ્રતાપસીંગભાઈ રાઠોડ | ૪૬૨ |
૩. | લીલાબેન શંભુભાઈ ભુરીયા | ૩૪૦ |
ગુંગરડી ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર | મળેલ મત | |
૧. | આનંદસીંગ ગલાલભાઈ ભાભોર | ૫૫૧ |
૨. | બાલુભાઈ છગનભાઇ ભાભોર | ૧૦૧૭ |
૩. | મહેશકુમાર રામચંદભાઈ રાઠોડ | ૧૧૪ |
૪. | સેનાભાઈ રામાભાઇ રાઠોડ | ૬૦ |
ભીલવા ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર | મળેલ મત | |
૧. | કમળાબેન રાયચંદભાઈ ગણાવા | ૯૪૯ |
૨. | ગુલીબેન પુનાભાઈ ગણાવા | ૫૦૫ |
૩. | ચંપાબેન મેઘજીભાઈ ગણાવા | ૧૭૧ |
૪. | છગનીબેન પાંગાભાઈ ગણાવા | ૩૬૯ |
૫. | મેનીબેન ભાવાભાઈ ગણાવા | ૧૬ |
૬. | સનુબેન ખેમાભાઈ બારીયા | ૫૩૩ |
તમામ વિજેતા ઉમેદવારોએ ગરબાડા નગરમાં વાજતેગાજતે વિજય સરઘસ કાઢ્યું હતું અને પોતપોતાના ગામના વિજેતા ઉમેદવારોને ગામલોકોએ સહર્ષ વધાવી લીધા હતા અને ફૂલમાળાઓ પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.
ગરબાડા ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ગરબાડા ગ્રામ પંચાયતના વિજેતા નવા સરપંચ દ્વારા પણ ગરબાડા નગરમાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.