Sunday, April 6, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાની શિક્ષિકા યુવતીને એસ.ટી.કર્મચારી યુવકે મોડાસા બોલાવી લગ્નની લાલચ આપી તેની...

ગરબાડા તાલુકાની શિક્ષિકા યુવતીને એસ.ટી.કર્મચારી યુવકે મોડાસા બોલાવી લગ્નની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરતા યુવતી દ્વારા પોલીસ ફરિયાદ

 

 Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

       Piryank chauhan Garbada

ગરબાડા તાલુકાની એક શિક્ષિકા યુવતીની સગાઈ દાહોદ તાલુકાનાં એક ગામના રહીશ અને મોડાસા ખાતે એસ.ટી.વિભાગમાં મેકેનિક તરીકે ફરજ બજાવતા યુવક સાથે થઈ હતી. આ યુવકે પોતાના માતાપિતાની મદદથી તારીખ.૦૮/૧૨/૨૦૧૫ ના રોજ આ યુવતીને મોડાસા ખાતે બોલાવી કલ્યાણ ચોક સાંઇ મંદિર પાસે ભાડે રાખેલા પોતાના રૂમ ઉપર લઈ ગયો હતો. ત્યાં લઈ જઈ હું લગ્ન કરીશ તેમ કહી યુવતીની મરજી વિરુદ્ધ લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે બે વખત બળપૂર્વક શરીર સંભોગ કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ યુવકે કોઈ કારણોસર આ શિક્ષિકા યુવતી સાથે લગ્ન કરવાની ના પડી સગાઈ તોડી નાંખતા આ શિક્ષિકા યુવતીએ દુષ્કર્મ આચરનાર યુવક તથા યુવકના માતાપિતા વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગરબાડા પો.સ્ટે.ફ.૦૦/૧૬ ઇ.પી.કો.કલમ. ૪૦૬, ૩૭૬, ૧૧૪ મુજબ ગુનો નોંધેલ છે. પરંતુ દુષ્કર્મનો બનાવ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બનતા ગરબાડા પોલીસે ગુનો નોંધી તેના કાગળો મોડાસા પોલીસને મોકલી આપેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments