PRIYNK CHAUHAN GARBADA
ગરબાડા તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર હતી પરંતુ માતવા ગ્રામ પંચાયત સમરસ થતાં ૨૩ માંથી ૨૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી ૨૭ ડિસેમ્બરના રોજ યોજાયેલ હતી જેમાં ૭૭.૪૪ ટકા મતદાન થયેલ હતું.
ગ્રામ પંચાયતોની ચૂંટણીનું શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયેલ મતદાન બાદ ગુરુવાર તારીખ.૨૯ ડિસેમ્બરના રોજ સવારથી જ મત ગણતરી પ્રક્રિયા ગરબાડા માધ્યમીક શાળા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો અને એજન્ટોની ઉપસ્થિતિમા હાથ ધરાઈ હતી જેમાં સવારથી ઉમેદવારો અને તેમના સમર્થકોના ટોળેટોળા મત ગણતરી મથક ઉપર ઉમટી પડતાં હૈયેહૈયું દબાય તેટલી ભીડ જોવા મળી હતી. જેમ જેમ પરિણામો જાહેર થતાં ગયા તેમ તેમ વિજેતા ઉમેદવારોના સમર્થકોએ વિજયી ઉમેદવારોને ફુલહાર પહેરાવી આનંદ ઉત્સાહ અને હરખ સાથે અબિલ ગુલાલ ઉડાવીને વધાવી લીધા હતા અને ડીજેના તાલે વિજય સરધસ સાથે તેમના ગામ તરફ પ્રયાણ કર્યું હતું. જ્યારે હારેલા ઉમેદવારો વીલા મોએ પરત ફર્યા હતા. બેલેટ પત્રથી મતદાન થયું હોવાથી મત ગણતરી મોટી રાત સુધી ચાલતા ઉમેદવારો અને તેમના સમર્થકોના ટોળેટોળા મોડી રાત સુધી પણ જોવા મળ્યા હતા.
ગ્રામ પંચાયત | વિજેતા સરપંચ ઉમેદવારનું નામ | મળેલ મત |
બોરીયાલા | પારસીંગભાઈ બચુભાઈ પરમાર | ૧૭૫૪ |
દેવધા | ધુળીબેન સુમાભાઇ દેહદા | ૭૧૫ |
પાંચવાડા | દિતુબેન રામસીંગભાઈ ડામોર | ૭૪૪ |
સાહડા | શકુંતલાબેન નારણસિંહ રાઠોડ | ૫૭૫ |
ગાંગરડા | નિલેશભાઈ રાયસીંગ ભાભોર | ૮૯૫ |
ગુલબાર | ગવરીબેન મેસુભાઈ મંડોડ | ૮૪૬ |
જાંબુઆ | નરસિંહ ખુમાનભાઈ પારગી | ૭૩૨ |
નિમચ | નર્મદાબેન છત્રસિંહ પરમાર | ૩૦૧ |
ભે | નબળાભાઇ મગનભાઇ ભુરીયા | ૧૪૧૫ |
પાટીયા | શનુબેન ખેતીયાભાઇ ભુરીયા | ૧૩૭૨ |
દાદુર | વિપુલકુમાર રામસીંગ બામણ્યા | ૪૩૩ |
ગાંગરડી | રધુનાથસિંહ કરણસિંહ બારીયા | ૬૧૬ |
ભરસડા | જીજ્ઞાબેન ગિરીશકુમાર બામણ્યા | ૭૪૧ |
નળવાઈ | શારદાબેન ઘનજીભાઇ સંગાડા | ૯૭૨ |
નાંદવા | સિતાબેન મડુભાઇ ગોહિલ | ૪૧૯ |
છરછોડા | ધર્માબેન મોતીભાઈ ભાભોર | ૭૨૯ |
મિનાકયાર | સતાબેન ભીમાભાઇ બીલવાળ | ૮૬૪ |
આંબલી | બિનુબેન મુકેશભાઇ પલાસ | ૬૫૩ |
જેસાવાડા | સંદીપ માનસીંગ રાઠોડ | ૭૩૯ |
સીમ.બુઝર્ગ | જાલુબેન જુવાનસિંહ પરમાર | ૯૨૩ |
ટુંકીવજુ | ભાનુપ્રસાદ વાલચંદ ગોહિલ | ૧૬૪૩ |
નઢેલાવ | દિતુબેન રતનાભાઈ હઠીલા | ૨૧૭૩ |
માતવા | ચંદુબેન બાદરભાઈ પલાસ | સમરસ |
મત ગણતરી મથકે તથા મત ગણતરી દરમ્યાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બનેલ ન હતો અને મત ગણતરી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થતાં ચૂંટણી વહીવટી તંત્રએ તેમજ પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો.