GIRISH PARMAR – JESAWADA (GARBADA)
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડામાં તાલુકા આરોગ્ય ઓફિસર ડો.અશોક ડાભીના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસ તેમજ ઓરી અને રુબેલા રોગ જે હાલમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતા રાષ્ટ્ર વ્યાપી અભિયાન ઓરી અને રુબેલા સામે સુરક્ષા પુરી પાડવા માટે ગરબાડા તાલુકાની તમામ શાળા તેમજ આંગણવાડીના ૦૯ માસ થી ૧૫ વર્ષની વયજૂથના બાળકોને રસી મુકવામાં આવશે તેવા જનજાગૃતિના આશય સાથે આ રેલી યોજવામા આવી હતી.
આ રેલીમાં જેસાવાડા, વજેલાવ, નઢેલાવ પાટીયા, ગાગરડી, મિનાક્યાર, પાંચવાડા, જામ્બુઆ, ઝરી, અભલોડ આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ, સુપરવાઇઝર તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કેર ભાઈઓ તેમજ બહેનો આ ઓરી અને રુબેલા તેમજ વિશ્વ વસ્તી દિવસની રેલીમાં ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી ગરબાડાના અનેક વિસ્તારો માં ફરી હતી.