NewsTok24 – Priyank Chauhan – Garbada
રાજ્યમાં તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ગરબાડા તાલુકામાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. સરકારશ્રીના જાહેરનામા મુજબ ગરબાડા તાલુકામાં ગરબાડા તાલુકા પંચાયતની 24 બેઠકો તથા દાહોદ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી તારીખ.05/11/2015 ના રોજથી ગરબાડા મામલતદાર ઓફિસ તેમજ તાલુકા પંચાયત ખાતે શરૂ થઈ ગયેલ છે. જેમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રો આજરોજથી જમા કરાવવાનુ શરૂ કરેલ છે.
રાજકીય પક્ષોના ઉમેદવારો પોતપોતાના ટેકેદારોએ સાથે ઉમેદવારી પત્ર ભરી જમાં કરાવવા માટે વાજતે ગાજતે જતાં જોવા મળી રહ્યા છે. જેને લઈને ગરબાડામાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ રાજકીય પક્ષો તરફથી કયા કયા ઉમેદવારને ટિકિટની ફાળવણી કરવાની છે તે રાજકીય પક્ષોએ હજુ સુધી ગુપ્ત રાખેલ છે જેથી તે હજી સુધી જાણવા મળેલ નથી.
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર છે તેમ છતાં રાજકીય પક્ષોએ સતાવાર ઉમેદવાર હજુ સુધી જાહેર કર્યા નથી જેને લઈને ચૂંટણી લડવા ઇચ્છતા ટિકિટ વાંચ્છુકોમાં અવઢવ અને ઉતેજના જોવા મળી રહી છે.
રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ઢોલ નગારા સાથે ઉમેદવારી પત્રો જમા કરાવવા જતાં તસવીરોમાં નજરે પડે છે.