ભગવાન શિવજીની ઉપાસનાનો પવિત્ર શ્રાવણ માસ પૂરો થતાંજ ભાદરવા સુદ ચોથના દિવસથી શિવ પુત્ર ગણેશની ઉપાસનાના પાવન પર્વ એવા દશ દિવસના ગણેશ મહોત્સવની શરૂઆત થાય છે. દશ દિવસીય ગણેશ મહોત્સવ નિમિતે ગરબાડા તાલુકામાં ગણેશ મહોત્સવની વિવિધ ગણેશ મંડળો દ્વારા છેલ્લા કેટલાક દિવસોની તડામાર તૈયારી કરવાં આવી હતી અને ગરબાડા નગરમાં તેમજ ગરબાડા તાલુકામાં વિવિધ મંડળો દ્વારા અનેક જગ્યાએ પંડાલો ઊભા કરી આકર્ષક અને સુંદર ડેકોરેશન કરી આજરોજ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાની મુર્તિનું શુભ મુહુર્તમાં ઠેરઠેર સ્થાપના કરવામાં આવેલ છે.
ગરબાડા નગર મધ્યે આવેલ ગણપતિ મંદિરે સોની સમાજ દ્વારા વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ દાદાની મુર્તિનું વિધિવત સ્થાપન કરવામાં આવેલ છે અને ગણેશ મહોત્સવને લઈને ગરબાડા ગણપતિ મંદિરમાં વિશેષ નયનરમ્ય શણગાર કરી બ્રાહમણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણપતિ દાદાની મુર્તિનું યજમાન દ્વારા પુજા અર્ચના આરતી કરી શ્રીજીની સ્થાપના કરવામાં આવેલ છે.