PRIYANK CHAUHAN GARBADA
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બિન સચિવાલય કારકુન તથા સચિવાલયના ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ–૩ ની સીધી ભરતીની માટેની ભાગ-૧ ની લેખિત પરીક્ષા આજરોજ રવીવાર તારીખ.૧૬/૧૦/૨૦૧૬ ના રોજ યોજાઇ હતી જેમાં ગરબાડા તાલુકાના ગરબાડા, ગાંગરડી, જેસાવાડા અને અભલોડ કેન્દ્ર ઉપર બિન સચિવાલય કારકુન તથા સચિવાલયના ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ–૩ ની સીધી ભરતીની લેખિત પરીક્ષા લેવાઈ હતી અને આ ચારેય કેન્દ્રો ઉપર કુલ ૨૯૪૦ પરીક્ષાર્થીઓ પૈકી ૨૧૦૫ પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી અને ૮૩૫ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
કેન્દ્ર | કુલ | હાજર | ગેરહાજર |
ગરબાડા | ૭૫૦ | ૫૩૦ | ૨૨૦ |
ગાંગરડી | ૪૮૦ | ૩૩૮ | ૧૪૨ |
જેસાવાડા યુનીટ-૧ | ૬૩૦ | ૪૫૮ | ૧૭૨ |
જેસાવાડા યુનીટ-૨ | ૨૭૦ | ૧૯૭ | ૭૩ |
અભલોડ યુનીટ-૧ | ૪૫૦ | ૩૨૫ | ૧૨૫ |
અભલોડ યુનીટ-૨ | ૩૬૦ | ૨૫૭ | ૧૦૩ |
કુલ | ૨૯૪૦ | ૨૧૦૫ | ૮૩૫ |
પરીક્ષા દરમ્યાન કોઈપણ જાતની ગેરરીતિ ન થાય અને પરીક્ષા શાંતિપૂર્ણમાહોલમા સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી અને પરીક્ષા દરમ્યાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગ રૂપે પરીક્ષા કેન્દ્રો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.