Friday, January 24, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયતો ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ.

ગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયતો ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ.

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)

PRIANK CHAUHAN GARBADA

ગ્રામ પંચાયત ચૂંટણી મતદાન આવતીકાલે તારીખ.૨૭ ડિસેમ્બરના રોજ ગ્રા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે અને ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગરબાડા તાલુકામાં રાજકીય ગરમાવો છવાયેલો જોવામળીરહ્યોછે.

        ગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયતો ચૂંટણીને લઈને પાછલા કેટલાક દિવસોથી ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગરબાડા તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી માતવા ગ્રામ પંચાયત સમરસ થતાં ૨૩ માંથી કુલ ૨૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે અને ચૂંટણીને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગરબાડા તાલુકાની ૨૨ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સરપંચ માટે ૮૯ તથા વોર્ડ સભ્ય માટે ૫૭૨ ઉમેદવારો મેદાન રહેતા તેમના વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

        ગઇકાલથી એટલે કે રવિવારના સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ બંધ (શાંત) થઇ ગયા છે ત્યારે હવે ઉમેદવારો ગણતરીના કલાકોનો ભરપૂર ઉપયોગ કરી ખાનગી બેઠકો તેમજ લોક સંપર્ક કરી વિવિધ આયોજનો દ્વારા મતદારોને રીઝવવાનો આખરી પ્રયાસ કરશે.navi 2images(2)

        તો બીજી તરફ ચૂંટણીને લઈને ગરબાડા તાલુકામાં ચૂંટણી વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે અને ગરબાડા તાલુકાની ૨૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન ૭૬ મતદાન મથકો ઉપર થવાનું હોય તેના માટે સવારથીજ મતદાન મથકો માટે પ્રિસાઇડિંગ ઓફિસરો, પોલિંગ સ્ટાફ તેમજ મત પેટીઓની ફાળવણી કરી જે તે મતદાન મથકો ઉપર સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરી દેવામાં આવ્યા છે. 

        ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ગરબાડા તાલુકામાં ચૂંટણી દરમ્યાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આગોતરૂ આયોજન કરી જાહેર કરેલા અતિસંવેદનશીલ, સંવેદનશીલ મતદાન મથકો તેમજ ગરબાડા તાલુકામાં જે જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે તમામ ગામોના મતદાન મથકો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ ચૂંટણીટાણે પાડોશી રાજ્યોમાંથી આવતા પ્રતિબંધિત વસ્તુઓ તેમજ અસમાજિક તત્વોનાં પ્રવેશ રોકવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ચૂંટણી શાંતિમય માહોલમાં સંપન્ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે ગરબાડા તાલુકાની તમામ બોર્ડરો સીલ કરી ત્યાં જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments