PRIYANK CHAUHAN – GARBADA
માં શક્તિની આરાધનાના પાવન પર્વ ચૈત્રી નવરાત્રિની ગરબાડા તાલુકામાં ભક્તિભાવપૂર્વક માં શક્તિની આરાધના કરવામાં આવી હતી. ગરબાડા તળાવ ઉપર આવેલ ચામુંડા માતાજીનાં મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદી આઠમ નિમિતે હવન કરવામાં આવ્યું હતું. આઠમનું હવન અને માતાજીનાં દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.
નવરાત્રિ દરમ્યાન આઠમના દિવસનો વિશેષ મહિમા હોય છે અને માતાજીની પુજા અર્ચના કરવા માતાજીનાં મંદિરમાં રોજ કરતાં વધુ ભક્તોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી અને માં ના જયજયકારથી મંદિર ગુંજી ઉઠતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
આજરોજ અષ્ટમી તથા નોમ તિથી સંયુક્ત હોવાથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ (રામ નવમી) ની પણ આજરોજ ગરબાડા તાલુકામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને રામ નવમી નિમિતે ગરબાડા ખાતે આવેલ શ્રી રામજી મંદિર તથા ઠાકોરજી મંદિરમાં ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તથા મંદિરોમાં ભજન કીર્તન, હનુમાન ચાલીસાના પાઠ, ભગવાન શ્રી રામલલ્લાની આરતી વિગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાં આવ્યું હતું અને ગરબાડા તાલુકાનાં બીજા મંદિરોમાં પણ ભક્તોએ રામ નવમીની ભક્તિસભર વાતાવરણમાં ઉત્સાહભેર ઉજવણી કરી હતી.