NewsTok24 – Priyank Chauhan – Garbada
ગરબાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજયની જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા એકંદરે શાંતિમય માહોલમાં સંપન્ન થયેલ છે. જેમાં અંદાજિત ૬૧.૦૦% જેટલું મતદાન થયેલ છે તેવું જાણવા મળેલ છે.
આજ તારીખ ૨૯ મી નવેમ્બરના રોજ ગરબાડા તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકો તેમજ જિલ્લા પંચાયતની કુલ ૫ બેઠકો માટેનું મતદાન ગરબાડા તાલુકાનાં કુલ ૧૨૫ મતદાન મથકો ઉપર સવારે ૮:૦૦ કલાક થી શરૂ થયેલ હતું. જેમાં સાંજે ૪ વાગ્યા સુધી ૫૭.૯૬ % જેટલું મતદાન થયેલ હતું.
મળેલ માહિતી મુજબ મતદાનનો સમય પૂરો થતાં સુધીમાં એટલે કે સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં ગરબાડા તાલુકામાં અંદાજિત ૬૧.૦૦% જેટલું મતદાન થયેલ છે તેવું જે.ડી. પટેલ સાહેબ (ગરબાડા તાલુકા ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ દાહોદ) સાથે વાત કરતાં તેમના તરફથી જાણવા મળેલ છે.
ગરબાડા તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકો અને જિલ્લા પંચાયતની કુલ ૫ બેઠકો માટે કુલ ૧૨૫ મતદાન મથકો ઉપર મતદાન શરૂ થયેલ હતુ જેમાં ૧૨૫ મતદાન મથકો પૈકી ૧૦૦ મતદાન મથકો અતિસંવેદનશીલ તથા ૧૨ મતદાન મથકો સંવેદનશીલ તથા ૧૩ મતદાન મથકો નોર્મલ જાહેર કરવામાં આવ્યા હતા આ તમામ ૧૨૫ મતદાન મથકો ઉપર કોઈપણ અનિચ્છનીય બનાવ બનેલ નથી તેવું તેમના દ્વારા જાણવા મળેલ છે.
ગરબાડા તાલુકામાં ચૂંટણી મતદાન દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા ચૂંટણી વહીવટી તંત્રએ તેમજ પોલિસ તંત્રએ રાહતનો દમ લીધો હતો.